ઉત્તર ગુજરાતમાં વેપારી ક્ષેત્રે ડીસા શહેર મહત્વનું ગણવામાં આવે છે. આને લઈને બનાસકાંઠા તેમજ રાજસ્થાનના લોકો વેપારની ખરીદી માટે ડીસા શહેરમાં આવતા હોઈ દિનપ્રતિ દિન વેપાર ધંધા ને લઇને નાના-મોટા વાહનોની અવર જવર રહેતી હોઈ આના કારણે બહારથી આવતા લોકો પોતાના વાહન આમ તેમ મૂકીને ટ્રાફિકને નડતરરૂપ વાહનો રસ્તા વચ્ચે પાર્ક કરતા અવર જવર કરતા લોકોને હેરાન પરેશાન થતાં આ બાબતે વારંવાર સ્થાનિક પોલીસ ને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી અને લોકો મનફાવે તેવી રીતે વાહનો મૂકી દેતાં વારંવાર બોલાચાલી તેમજ ઝઘડાના મૂળ થતાં વેપારીઓ તેમજ રાહદારીઓ માં રોષની લાગણી જોવા મળતી હોય છે.
આ માટે પોલીસ તંત્ર તેમજ નગરપાલિકા ના સતાધીશો ગાંધીચોક માં ટ્રાફિકની જટીલ સમસ્યા માટે જાગૃત બનીને રસ્તાઓ ખુલ્લા કરાવી ને લોકો ને પડતી તકલીફો દૂર કરાવવા સજાગ બને તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે તો આ બાબતે ડીસાના ધારાસભ્ય, નગરપાલિકાના સત્તાધીશો અને પોલીસ તંત્ર આ ટ્રાફિકની જટીલ સમસ્યા માટે અંગત રસ લઇને લોકોને પડતી મુશ્કેલી તેમજ હેરાન-પરેશાની દુર કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે તો આ માટે ઘટતું કરે તેવો જનમત ઉઠ્યો છે.