જૂનાગઢ જિલ્લા ના સાંતલપુર ગામેં  નાણાકીય સાક્ષરતા અઠવાડિયા અંતર્ગત લીડ બેન્ક જૂનાગઢ તેમજ આરબીઆઇ અને બીઓબી વંથલી બેન્ક દ્વારા સાંતલપુર ગામ ખાતે નાણાકીય સાક્ષરતા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પ માં આરબીઆઇ બેન્કમાંથી શ્રી અલોકકુમાર સિંઘ તેમજ જૂનાગઢ એસબીઆઈ બેન્ક ના લીડ બેન્ક મેનેજર શ્રી પ્રશાંત ગોહેલ તેમજ એફએલસીસી શ્રી દિલીપભાઈ ચુગાણી,તથા ગામ ના લોકો એ ખાસ હાજરી આપી હતી 

જ્યારે આ કેમ્પ માં વીમા યોજના PMJJBY,PMSVYતેમજ અટલ પેનશન યોજના વિશે નાણાકીય જાગૃતિ કઈ રીતે કેળવવી તેના અનુસંધાને માહિતી આપવામાં આવી હતી અને લોકોને જાગૃત કર્યા હતા