યુક્રેન અને રાશીયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધ ને એક વર્ષ થવા આવ્યું છે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સોમવારે અચાનક કીવ પહોંચ્યા હતા. અને કહ્યું, હું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવા કીવ આવ્યો છું, અમે તેમની સાથે છીએ તે કહેવા આવ્યો છું. ' બાઈડેનની આ મુલાકાત પર ચીનના વિદેશ મંત્રી કિન ગેંગે કહ્યું કે કેટલાક દેશ આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે. તેને  તાત્કાલિક બંધ કરવું જોઈએ. તેનાથી યુદ્ધ ખતરનાક અને નિયંત્રણ બહાર થઈ રહ્યું છે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ચીને આ યુદ્ધથી દૂર રહેવું જોઈએ. જો ચીન રશિયાને મદદ કરશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ જશે. હું ઈચ્છું છું કે ચીન અમારી પડખે હોય, પરંતુ મને નથી લાગતું કે તે શક્ય છે. રશિયા - યુક્રેન યુદ્ધ ની વર્ષી ના બરાબર 3 દિવસ પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ પુતીને રશિયાના લોકોને સંબોધિત કરી રહ્યા છે. કહ્યું- રશિયાએ શરૂઆતમાં યુદ્ધને ટાળવા માટે તમામ ડિપ્લોમેટિક કોશિશ કરી હતી, પરંતુ નાટો અને અમેરિકાએ એને સફળ થવા દીધી નહીં . આપણે આજે પણ વાતચીત ઇચ્છીએ છી એ પરંતુ એના માટે કોઈ શરત મંજૂર નથી. પુતિને કહ્યું હતું કે યુક્રેનને લોન્ગ રેન્જ ડિફેન્સ સિસ્ટમ આપવામાં આવી રહી છે. આપણી બોર્ડર પર એને કારણે જોખમ છે. રશિયા અને યુક્રેનનો મામલો લોકલ હતો. અમેરિકા અને તેના સાથીઓએ એને દુનિયાનો મામલો બનાવી દીધો છે,