જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર મુકામે ભગવાન શ્રી સ્વામિનારાયણ નું ભવ્ય અને વિશાળ મંદિર નું નિર્માણ થયું છે ત્યારે ભગવાન સ્વામી નારાયણ ના આ મંદિર ખાતે યજ્ઞ તેમજ ભગવાન ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ ત્રી દિવસીય કાર્યક્રમ માં માળીયા હાટીના શહેર તેમજ આસપાસ ના ગામડાઓમાંથી માનવમહેરામણ ,ભક્ત જનો બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા સાથે સાથે આજ રોજ માળીયા હાટીના શહેર માં ભગવાન સ્વામી નારાયણ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભગવાન સ્વામી નારાયણ ની મૂર્તિ તેમજ ભગવાન ગણેશજી ની મૂર્તિઓને રથ માં બેસાડી શહેર ના માર્ગો પર ફેરવવામાં આવી હતી જેમાં સિંહ ઘોડા અને મયુર જેવા જુદી જુદી ડિઝાઈનો વાળા રથ લોકોના આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા જ્યારે નાના બાળકો દ્વારા સુંદર મજના રગબેરનગી પોશાકો પહેરી અને ડાન્સ કરવામાં આવ્યો હતો જ્યારે આ શોભાયાત્રા માં બહોળી શખ્યામાં ભક્ત જનો જોડાઈ ને વાજતે ગાજતે ભગવાન સ્વામી નારાયણ ની આ શોભાયાત્રા ને રેલવે સ્ટેશન થી મંદિર સુધી લઈ ગયા હતા ત્યારે માળીયા હાટીના શહેર ની ગલીઓ અને મુખ્ય માર્ગો પર દર્શન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી

ખાસ તો માળીયા હાટીના શહેર થી મેઘલ નદી થી અંદાજીત 1500 મિટર ની દુરી પર સાસણ મેઈન રોડ પર આ સુંદર અને ભવ્ય મંદિર નું નિર્માણ થયું છે ત્યારે માળીયા હાટીના શહેર તેમજ આસપાસ ના ગામડાના લોકો અને સાસણ ની મુલાકાત લેતા લોકો માટે દર્શન માટે નું આ અનેરું સ્થળ બની રહેશે હાલ તો આ મંદિર માં ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિની પ્રતિષ્ઠા થતા લોકો માં ભારે આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો