ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામા આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા
અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવું ન પડે,અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસ્ટ મોબાઇલ
એપ મારફતે ફરીયાદ કરવા E-FIR ની સુવિધાઓ પ્રારંભ કરવામાં આવેલ છે,
જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ સરકાર ની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામા આવેલ છે
• ગુનાની વિગત-
ગઇ તા.૦૭/૦૨/૨૦૨૩ ના આ કામના ફરીયાદીના કાકા કીશોરભાઇ તથા સાહેદો કેનાલમાં પાણી છોડેલ જે કેનાલનું નાકુ વાળવા કેનાલમા ઉતરેલ ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમે મોબાઇલ ફોન કિં.રૂ.૧૦૪૯૯/-નો ચોરી કરીને લઇ ગયેલ હોય જે અંગે ધર્મેશભાઇ એ E-FIR કરાવેલ હોય,જે E-FIR અંગે ખરાઇ કરી,તેના પરથી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ,ર.નં ૧૧૧૯૩૦૫૩૨૩૦૦૩૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી કરવામાં આવેલ
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા એચ.બી.વોરા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ,નાઓએ અમરેલી જીલ્લામાં e-FIR દાખલ થયેલ ગુનાઓના આરોપીને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહન,મોબાઇલ ફોન પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના ઇચા.પોલીસ ઇન્સપેકટર જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ
વાય.પી.ગોહિલ ને જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ હતું.
ઉપરોકત ગુન્હાના અજાણ્યા આરોપી અંગે સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના ઇચા.પોલીસ ઇન્સપેકટર જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ
વાય.પી,ગોહિલ ની સુચના મુજબ સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન દોલતી ભમ્મર રોડ
ઉપર એક ઇસમને ખાનગી બાતમી આધારે શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા
પકડાયેલ ઇસમને મોબાઇલ ફોન સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ
પકડાયેલ આરોપી ની વિગત-
લાલજીભાઇ સામતભાઇ બારૈયા ઉ.વ.૩૨,ધંધો.મજુરી, રહે.હાલ ભમ્મર, ધીરૂભાઇ મોરની વાડીએ તા.સાવરકુંડલા, જી.અમરેલી, મૂળ રહે. જાફરાબાદ તા..જાફરાબાદ,જી.અમરેલી,
રીકવર કરેલ મુદામાલની વિગત -
એક સેમસંગ કંપનીનો ગેલેકસી એફ-૨૨ મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૪૯૯/-નો મુદામાલ
આ કામગીરી ઇચા પો.ઇન્સ જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય પી.ગોહિલ ની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ ટીમના અના હે.કો યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા કીશનભાઇ ભુપતભાઇ તથા PC જયપાલસિંહ લખુભા કુલદિપસિંહ રઘુવિરસિંહ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.