ખંભાત શહેરના લાલ દરવાજા નજીક આવેલ એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે અજાણ્યા ઇસમે યુવકને માથામાં લાકડીનો ફટકો મારતા ઇજાઓ પહોંચાડતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતીનુસાર, ખંભાત જુમ્મા મસ્જિદ નજીક ભોઈબારી વિસ્તારમાં રહેતા અનવર મુસ્તાકભાઈ શેખ જે મિત્રના જન્મદિવસે જમીને આવીને એસ.ઝેડ વાઘેલા ગ્રાઉન્ડ ખાતે ઠંડુ પીણું પીને પરત આવતો હતો તે દરમિયાન પીળા રંગની ટી શર્ટ પહેરેલા ઇસમે આવીને તેના માથામાં લાકડીનો ફટકો માર્યો હતો.જે બાબતે ફરીયાદીએ ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.