બોટાદ નગરપાલિકાની માલિકીના અનેક પ્લોટ, બિલ્ડિંગ શોપીંગ સેન્ટર, એપાર્ટમેન્ટ, સરકારી કચેરીઓ, જાહેર ગાર્ડન વગેરે અનેક મિલ્કતો બોટાદમાં છે.! ત્યારે અવેડાગેટ, શિવાજી મહારાજની પ્રતિમા સામે ગોળ બજારમાં આવેલ બાલ વાટિકા આજે વર્ષો પછી પણ ખંડેર હાલતમાં જ જોવા મળે છે.! છેલ્લા ત્રણ-ચાર દાયકાઓ પહેલાં અહીં ચાલતાં "શ્રી ત્રમ્બકલાલ સુંદરજી કામદાર બાલમંદિર બોટાદ" નામથી નાનાં ભૂલકાઓ ને બાળમંદિરમાં શાળા પૂર્વે નો અભ્યાસ કરાવાતો હતો.! આજે વર્ષો પછી પણ બાળમંદિરની બિલ્ડીંગ યથાવત છે પરંતુ હીચકા ખેલકૂદનું મેદાનના માત્ર અવશેષો રહ્યા છે.! વર્ષોથી આ બાળ મંદિરની જગ્યાની કોઈ ભાળસુધા લીધી ના હોય તેવી સ્થિતિમાં જોવા મળતી આ જગ્યા જાણે જિલ્લાના અધિકારીઓ ની નજર બહાર હોય તેવું લાગી રહ્યું છે.! બોટાદની માર્કેટમાં આ કિંમતી જગ્યા માત્ર ને માત્ર યોગ્ય વ્યવસ્થાપન અણ આવડતને કારણે ખંડેર હાલતમાં હોય તેવું જણાઈ રહ્યું છે.! બોટાદની દેવાદાર નગરપાલિકા કીમતી મિલકતોને વેચીને નહીં પરંતુ યોગ્ય ઉપયોગ કરી મહદ અંશે પોતાની યોગ્ય વ્યવસ્થાપન આવડતનો પરિચય આપવો જોઈએ તેવું બોટાદના સુજ્ઞ નાગરિકો કહી રહ્યાં છે...!

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं