બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ને નવા કાર્યકારી પ્રમુખ મળ્યા છે. દિયોદર તાલુકા ના ખાણોદર ગામના વતની અને હાલ દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પદ નો પદભાર સંભાળતા નરસિંહભાઈ રબારી ને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે નરસિંહભાઈ રબારી વર્ષો થી કોંગ્રેસ ના સંનિષ્ઠ કાર્યકર છે અને જેમની પક્ષ માં સારી કામગીરી અને વફાદારી ને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જેમને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ પદે વરણી કરી છે નરસિંહભાઈ રબારી બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ ના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે અને જેઓ હાલ માં પણ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે આરૂઢ છે...