વિશ્વની અર્થવ્યવસ્થા સુદ્રઢ થાય તે હેતુથી G-20 સમિટ યોજવામાં આવે છે. G-20 માં વિશ્વના 20 દેશોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં આપણા ભારત દેશનો પણ સમાવેશ કરેલ છે. આ G-20 બેઠક વ્યવસ્થા અંતર્ગત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભારતની અર્થવ્યવસ્થા સુદ્રઢ થાય તે હેતુથી G-20 નું આયોજન દિલ્હીના પ્રગતિ મેદાનમાં શુભારંભ કરેલ છે ત્યારબાદ આખા વર્ષ દરમ્યાન ભારતના વિવિધ શહેરોમાં જેમ કે ઈન્દોર, આગ્રા, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરોમાં G-20 સમિટ યોજવામાં આવનાર છે.જે અંતર્ગત આજ રોજ હાલોલ નગરપાલિકા દ્વારા G-20ના સંદર્ભે સિટી વોક યોજવામાં આવી જેમાં કલરવ સ્કૂલના ૩૦૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ સિટી વોકનું પ્રસ્થાન હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા મામલતદાર કચેરી ખાતે થી કરાવવામાં આવેલ. આ સિટી વોકમાં હાલોલના નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ પટેલ,કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ નગર સેવાસદનના સદસ્યો તેમજ સ્ટાફ સહિત કલરવ સ્કૂલના આચાર્ય ડૉ.કલ્પના જોષીપુરા ટ્રસ્ટી હાર્દિક જોષીપૂરા તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં G-20 સમિટ અંતર્ગત યોજાયેલ સિટી વોકનો મુખ્ય હેતુ આર્થિક બાબતો માટેની જનજાગૃતિ અને દેશના સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે તે હતો. તેમજ G-20 માં જોડાયેલા સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક અને ટેકનોલોજી નો આદાન-પ્રદાન, તેની સાથે ગ્રીન એનર્જી અને ગ્લોબલ વોર્મિંગ અને આતંકવાદ ને મજબૂતીથી લડત આપી જેવા પેટા વિષયો આ સિટી વોકના કેન્દ્ર સ્થાને હતા. આમ વસુધૈવ કુટુંબકમની ભાવના એ આપણી સંસ્કૃતિનું મૂળ છે જે લોકો વચ્ચે કેળવાય તે હેતુથી હાલોલ નગરપાલિકા અને કલરવ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા સીટી વોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि