21st ફેબ્રુઆરી, 2023: ગિફ્ટ સિટી, ગાંધીનગર: આજે આપણું ગાંધીનગર શહેર સમગ્ર રાજ્યમાં એક આગવી ઓળખ ધરાવે છે. રાજ્યનું પાટનગર હોવા ઉપરાંત આ શહેર અનેક ઉપલબ્ધિઓનું કેન્દ્રસ્થાન બની ચુક્યું છે. જેમ કે એશિયાના સૌથી હરિયાળા શહેરોની યાદીમાં નામના મેળવવાથી માંડીને દુનિયાભરનાં નેતૃત્વનું યજમાન બનવા સુધી, નોલેજ કોરીડોરથી લઇ મેડીકલ હબ બનવા સુધીની અનેક ઉપમાઓ આજે ગાંધીનગરનાં નામ સાથે ગર્વભેર જોડાઈ ચુકી છે. પાટનગર હોવા ઉપરાંત એક વેલ પ્લાન્ડ શહેર હોવાથી અહીંનાં સૌથી વિશાળ ટીપી રોડ, અહીની સ્વચ્છતા, અહીની સુરક્ષા, અહીના હરવા ફરવાનાં સ્થળો અને નજીકના ઉદ્યોગોને કારણે દિવસે ને દિવસે ગાંધીનગર વધુ ને વધુ વિકસતું પણ જાય છે.

આ ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખી હાલ ગાંધીનગર જીલ્લામાં હજારો પરિવારો પોતાના માટે ઘર, ઓફીસ, દુકાન, વિલા જેવી પ્રોપર્ટીઝ શોધી રહ્યા છે. આ સર્વે શહેરીજનોનાં સર્વાંગી હિત માટે, શહેરના વિકાસ માટે તેમજ બાંધકામક્ષેત્રનાં વિકાસ માટે ક્રેડાઇ ગાંધીનગર દ્વારા પ્રથમ વખત એક ભવ્ય પ્રોપર્ટી શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંધીનગરનાં 120 જેટલાં રેસીડેન્શીયલ તેમજ કમર્શિયલ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ ઈન્સ્ટન્ટ હોમ લોન હેતુ વિવિધ બેંકો પણ આ શો માં સહભાગી બની છે. આ ત્રણ દિવસીય આયોજનમાં ઘરનું ઘર લેવા માંગતા તેમજ વ્યવસાયિક વિકલ્પો શોધી રહેલા હજારો પરિવારોને અગણિત વિકલ્પો એક જ જગ્યા પર જોવા મળી જશે. જેમાં 1 BHK થી માંડીને 4 BHK ફ્લેટ, વિલા, બંગ્લોઝ, દુકાનો, શોરૂમ, ઓફીસ જેવા તમામ વિકલ્પો સમાવી લેવામાં આવ્યા છે.

કાવ્યરત્ન ગ્રુપ પ્રસ્તુત Tricity Property Fest 2023માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના મુજબ ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટસીટી એમ ત્રણેનો સમાવેશ કરતાં ભારતનાં આ Tricity વિસ્તારને ધ્યાનમાં રાખીને આ શો ને Tricity Property Fest નામ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ પાસે હેરીટેજ બ્યુટી છે, ગાંધીનગર પાસે વાઈબ્રન્ટ વર્તમાન છે અને ગિફ્ટ સીટી પાસે ઉજ્જવળ ભવિષ્ય છે તેથી આ ઝોનમાં વસતા શહેરીજનો TriCitizen તરીકેની ગર્વીલી ઓળખ ધરાવે છે. આમ ઝીણવટભરી ચોકસાઈ સાથે આ સમગ્ર આયોજનનાં એક એક પહેલુઓને ઓપ આપવામાં આવ્યો છે.

કાવ્યરત્ન ગ્રુપ પ્રસ્તુત ટ્રાઈસીટી પ્રોપર્ટી ફેસ્ટનાં અન્ય આકર્ષણો જોઈએ તો અહીં આવનાર તમામ મુલાકાતીઓને રૂ.1 લાખનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે. જેના થકી પ્રદર્શનમાં ભાગ લેનાર મિત્રોનાં પ્રોજેક્ટ્સમાં આગામી સમયમાં બુકિંગ કરાવવાથી રૂ. 1 લાખનું સીધું જ ડિસ્કાઉન્ટ મળી જશે. સાથે જ આ પ્રદર્શનમાં દૈનિક લકી ડ્રો માં અનેક ઇનામો સહીત બમ્પર પ્રાઈઝમાં ફોર વ્હીલર જીતવાની પણ મુલાકાતીઓ માટે તક છે. આ ઉપરાંત આ પ્રદર્શનનું સૌથી વિશેષ આકર્ષણ છે અહીં એક વિશેષ ડોમમાં પ્રદર્શિત થતો લેસર શો. જેમાં ગાંધીનગર શહેર વિશે એક અતિ રસપ્રદ ફિલ્મ તેમજ ગાંધીનગરનાં આકર્ષણોને પ્રદર્શિત કરતો લેસર શો પણ ઉમેરવામાં આવ્યો છે. જેનું પ્રદર્શન દર અડધો કલાકે કરવામાં આવશે.  આ ઉપરાંત દરરોજ સાંજે સંસ્કૃતિક કાર્યક્રમો, લાફ્ટર શો તેમજ ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ પણ યોજવામાં આવ્યો છે.