તારાપુર પોલીસે અલગ અલગ જગ્યાએથી 13લીટર દેશીદારૂના જથ્થા સાથે 3મહિલાઓને ઝડપી પાડી
તારાપુર પોલીસે ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન તારાપુર મચ્છી માર્કેટ ચુનારા ફળીયા તરફ જતા સજનબેન ગોરધનભાઇ ચુનારા નામની મહિલા પાસેથી 4લીટર દેશીદારૂ ઝડપી પાડ્યો હતો તેમજ બીજા બનાવમાં મોટા વાલ્મિક વાસ તરફ જવાના રસ્તા પરથી કમળાબેન શનાભાઇ વાલ્મિક નામની મહિલા પાસેથી 5લીટર દેશીદારૂ ઝડપી પાડ્યો હતો અને ત્રીજા બનાવમાં પોલીસે હોમબીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોરજ સીમ વિસ્તાર લક્ષ્મીપાર્ક સોસાયટી પાસે ગીરીબેન રામજીભાઇ ચુનારા નામની મહિલા પાસેથી 4 લીટર દેશીદારૂ ઝડપી પાડ્યો હતો..આમ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ જગ્યાએથી કુલ 13 લીટર દેશીદારૂ કી.260ના મુદ્દામાલ સાથે પકડાયેલ ત્રણેય મહિલાઓ વિરુદ્ધ પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
 
  
  
  
  
  