જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર મુકામે મેઘલ નદી ની વચ્ચે સ્વયંભૂ પ્રગટ થેયલ શિવલિંગ ને સિધેસ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે માળીયા હાટીના શહેર ના પરમાણદ દાસ ગોરધનદાસ જોશી પરિવાર દ્વારા સીધેસ્વર મહાદેવ ના શિવલિંગ પર ચાંદીનું મુખારવિંદ ચઢાવવામાં આવ્યું હતું તેમજ સુરત ના વિજયભાઈ પ્રભા શકર પંડ્યા દ્વારા ચાંદી નું ચતર ચઢાવવામાં આવ્યું હતું આ સાથે આજે સવારથી શાંતિ યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રી શ્રી કેતનભાઈ પોરણી અને જયભાઈ પોરણી દ્વારા 4 કલાક સુધી વિધિ અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જ્યારે આ ધાર્મિક કાર્ય માં આસપાસ ના લોકોએ બહોળી શખ્યામાં આવી અને મહાદેવ ના દર્શન નો લાભ લીધો હતો  લોકોના કહેવા પ્રમાણે આ લિંગ ખુબજ ચમત્કારિક છે ત્યારે એક સમયે માળીયા હાટીના ના હાટી દરબાર પીઠાત આપા ને આ શિવલિંગ દ્વારા શિવ ના દર્શન થયા હતા અને નવલખો હાર આપ્યો  હતો જ્યારે 20 વર્ષ પહેલાં ખોજા જ્ઞાતિ ના યસમીન બેન નાયણી અને લોહાણા જ્ઞાતિ ના મિતા બેન પોબારીને પણ દર્શન આપ્યા હોવા ની લોક મુખે સર્ચા સાંભળવા મળે છે