ઠાસરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બીજા ટર્મની ચૂંટણી માટે આજરોજ બપોરે ૧ કલાકે ઠાસરા યાર્ડના હોલમાં ખેડા જિલ્લા રજિસ્ટ્રાર ચૂંટણી માટે પોતાની ટીમ સાથે ચૂંટણી પ્રક્રિયા આરંભી હતી. જેમાં 119 ઠાસરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારને સમિતિમાં હાજર રહેલા તમામ સભ્યોએ સતત બીજીવાર બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટી કાઢ્યા હતા. જેને લઈ તાલુકાભરમાં આનંદની લાગણી વ્યાપી હતી.
રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા.