ભાભર સણવા ડીસ્ટીબ્યુટરી કેનાલના રોડ કામમાં ગેરરીતિના ધારાસભ્યએ કર્યા આક્ષેપ..

કોન્ટ્રાકટર જવાબદાર અધિકારીઓની રહેમ નજર હેઠળ વ્યાપક ભષ્ટ્રાચાર કરી રહ્યો છે.. એક કામ અને બે પ્રકારનો માલ મટીરીયલ વપરાઈ રહ્યું છે.. એક જગ્યાએ કાચી કપચી બીજી જગ્યાએ પાકી કપચી વાપરવામાં આવી રહી છે.. તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઊઠી છે..

ભાભર પંથકમાં સરકારની લોકોની સુખાકારી માટે યોજના હેઠળ થતાં વિકાસ કામોમાં કોન્ટ્રાક્ટરો વ્યાપક પ્રમાણમાં ભય વગરનો ભષ્ટ્રાચાર કરતાં હોવાની ફરીયાદો ઉઠી રહી છે. પરંતુ જવાબદાર અધિકારીઓ તપાસ માં સબ સલામત પુરવાર કરી મલાઈ તારવી રહ્યા છે. જેના કારણે સરકારની યોજનાઓ બર આવતી નથી. ભાભર સણવા ડીસ્ટીબ્યુટરી કેનાલ પર આશરે ૩૦ કી.મી.લાબો કરોડ રૂપિયાના ખર્ચે બનાવાની કામગીરી કોન્ટાકટર દ્વારા હાથ ધરવામાં આવેલ જેમાં ટેન્ડરના ધારાધોરણ મુજબ કામ ન થતું હોવાના આક્ષેપ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યા છે. તેમણે જણાવ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું લો મટીરીયલ વાપરી રોડ કામમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. રોડ કામમાં ટેન્ડર મુજબ મેન્ટલ કપચી વાપરવાના બદલે જ્યાં ચાર રસ્તા પડતાં હોય ત્યાં પાકી કબચી નાખવામાં આવેલ છે જ્યારે ખેતરોના અંદરના ભાગમાં રોડમા કાચી કપચી નાખી હતી જે ગેરરીતિ છુપાવવા કોન્ટ્રાક્ટરે રાતદિવસ કામગીરી હાથ ધરી ઝડપી કામગીરી પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. કરોડો રૂપિયા ના ખર્ચે બની રહેલ રોડ કામમાં સરકારી બાબુઓ ની રહેમ નજર હેઠળ ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે તેવું ખેડૂતો પણ જણાવી રહ્યા છે ઉચ્ચ કક્ષાએ થી આ રોડ કામની તપાસ કરવામાં આવે તો સમગ્ર ગેરરિતી બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.