ઉનાના સનખડા ગામે રહેતા ત્રણ યુવાનો કારમાં બેસીને જુનાગઢ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક કારમાં તાલાળા ગીરના આંકોલવાડી નજીક રાત્રિના સમયે ઘડાકો થતાં કાર બળીને ખાક થઇ ગઇ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નહોતી.સનખડા ગામે રહેતા દિપેન મનસુખભાઇ સોલંકી, દિપક બાલાચંદ, પુષ્પરાજ ગોપાલભાઈ રાતે દસ વાગ્યાની આસપાસ પોતાના ગામ સનખડાથી જુનાગઢ કારમાં જતા હતા. ત્યારે તાલાળા ગીર જંગલમાં આંકોલવાડી ગામ નજીક અચાનક ચાલું કારમાં ઓઈલ ચેમ્બરમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. જોકે તે સાંભળીને જ તેઓ તાત્કાલીક કાની બહાર આવી ગયા હતા.જોકે થોડીવારમાં તો કારમાં અચાનક આગમાં ભભુકી ઉઠતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આખી કાર આગના લપેટાતા બળીને ભડથું થઈ ગઈ હતી.
ચાલુ ગાડીમાં અચાનક ઘડાકો થયો તાલાળા ગીરના આંકોલવાડી નજીક કાર બળીને ખાક થઈ ગઈ, માંડ માંડ કારમાં સવાર 3 વ્યક્તી નો આબાદ બચાવ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/02/nerity_d54066d9dbc306663d465c56bd57b332.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)