સદભાવના સેવા ગ્રુપ દિયોદર દ્વારા આયોજીત સમુહ લગ્નમાં પ્રથમવાર વાલ્મીકિ સમાજની ૧૧ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા,,દીઓદરના કોટડા ખાતેની ધન્યધરા પર આવેલ આરતી કૉલ્ડ સ્ટોરેજમાં સદભાવના સેવા ગ્રુપ દિયોદર દ્વારા આયોજિત વાલ્મિકી સમાજ ના પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં દિયોદર તાલુકાના વાલ્મિકી સમાજ ની ૧૧ દીકરીઓને સદભાવના સેવા ગ્રુપ દ્વારા વાજતેગાજતે શરણાઈઓના સુર સાથે લગ્ન કરાવી હોંશે હોંશે કરિયાવર પણ આપવા માં આવ્યો હતો.

દિઓદર ના કોટડા ખાતે આરતી કોલ્ડ સ્ટોરેજ માં દિયોદર સદભાવના સેવા ગ્રુપ દિયોદર દ્વારા આયોજિત વાલ્મિકી સમાજ ના પ્રથમ સમૂહ લગન નું સુંદર આયોજન કરવા માં આવ્યું હતું જેમાં વાલ્મિકી સમાજ ના ૧૧ નવદંપતિઓ શરણાઈઓ ના સુર સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા કોટડા ખાતે યોજાયેલા સમૂહ લગન માં દિયોદર સદભાવના સેવા ગ્રુપ દ્વારા તમામ પ્રકાર ની સુવિધાઓ એટલે કે જમવાથી લઈને દીકરીઓને કરિયાવર સહીત ચાપાણી નાસ્તાની પણ સુંદર વેવસ્થા કરવામાં આવી હતી જેમાં કન્યાઓ ને દાતાઓ દ્વારા કરિયાવરમાં તિજોરી સેટી પલંગ ગાદલા ખુરસી જેવી ઘરવખરી ની તમામ પ્રકાર ની પુરત પણ આપવા માં આવી હતી આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ,, મુખ્ય આયોજક પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી ભોજનના દાતા રત્નભાઈ ચૌહાણ તેમજ અન્ય દાતાઓ સાથે સમૂહ લગ્નન સમિતિ વાલ્મિકી સમાજ ના આગેવનો તેમજ અન્ય સમાજ ના આગેવાનો પણ ઉપસ્થિત રહી સમૂહ લગનનો કાર્યક્રમ સુખરૂપ સંપન્ન તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતો..