હાલ માં ભાવનગર/મહુવા તથા સુરત/ મુંબઇ સુરેન્દ્રનગર એમ તમામ લાઈન બ્લોક થય ગઇ છે.
હાલ તુરંત લાઈન શરૂ થઈ શકે તેવા કોઇ અણસાર કે શક્યતા નથી.
તમામ ટ્રેનો રદ થવાની શક્યતા છે.... મુસાફરી કરનાર બસ નો ઉપયોગ કરે.... અને ટ્રેન નો પાછળ નો ડબ્બો ફાટક પાસે અટકી જતા.અમરેલી અમદાવાદ હાઇવે પણ બ્લોક થય ગયો છે. વલ્લભીપુરથી અમરેલી કે ઢસા તરફ જતા વાહનો ધોળા સિવાય નો કોઈ માર્ગ પસંદ કરેતો આગળ વધી શકાય બાકી ફાટક પાસેજ છેલ્લો ડબો ત્રાસો ખડી પડતા ફાટકજ બંધ થઇ જવા પામ્યું છે
આમતો રેલવે સતાધીશોને કે કોન્ટાકટરો ને આવા બનાવો તો કોઠે પડી ગયા છે આવા બનાવોથી રેલવેના નિમ્ભર તંત્રને પેટનું પાણી પણ હલતું નથી હમણાંજ થોડા દિવસો પહેલા પીપાવાવ પોર્ટ રેલવેમાં પણ માલગાડીના ડબ્બાઓ ખડી પડવાની ઘટનાની શાહી સુકાવાની હજુ ઘડીઓ ગણાઈ રહી છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.