ડીસા તાલુકાના માલગઢ ગામની મોટી ઢાણી ખાતે (લોકબોલીમાં "રમણીયા ધોરા" પર) વિદ્યમાન પ્રાચીન કૈલાશધામ શિવાલયમાં મહા શિવરાત્રીના મંગલ પર્વ પર વહેલી સવારથી મોડી સાંજ સુધી શ્રદ્ધાવાન આસ્થાળુઓ શિવદર્શનની એક ઝાંખી માટે ઉમટ્યા હતા.
ભાવિક મહિલાઓ શિવાલય સન્મુખ ભજન કીર્તન કરતી જોવા મળી હતી.મહા શિવરાત્રીએ કૈલાશધામ પર મેળા જેવો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે ભજન સંધ્યા યોજાઇ હતી અને શિવજીને પ્રિય પ્રસાદ ધરાવાયો હતો.