સાચી વિગતો છુપાવી બ.કાં.એસ.પી.અને ડિસા તાલુકા પોલીસ ઉપર ખોટા આક્ષેપો કરતા અરજદારને રૂ.૧૦,૦૦૦ નો દંડ ફટકારી નામદાર ડીસા કોર્ટે બેસાડ્યો દાખલો..

પોલીસની બિરદાવા લાયક કામગીરી સામે આક્ષેપકરી નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરતા અરજદારને ડીસા ન્યાયાલયની લપડાક..

             

સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની પ્રાથમિક જવાબદારી પોલીસ વિભાગે નિભાવવાની હોય છે. ભોગ બનનારની ફરિયાદ લઈ ન્યાયાલય સમક્ષ વિગતો રજૂ કરવાની હોય છે. અને પુરવાઓના આધારે ન્યાયાલય નિર્દોષ કે દોષી ઠરાવી ભારતીય દંડ સંહિતા મુજબ કર્મફળ અપાવતી હોય છે. ત્યારે તાજેતરમાં ડીસા તાલુકાના એક ફરિયાદીએ વિગતો છુપાવી બનાસકાંઠા એસ.પી.સહિત ડીસા તાલુકા પોલીસ ઉપર ફરિયાદ દાખલ કરવા ન્યાયાલય સમક્ષ રાવ નાખેલ. અને ન્યાયાલયે ફરિયાદી અને પોલીસ દ્વારા કરાયેલ કામગીરીની વિગતો તપાસી ઉજાગર કરતા ફરિયાદીને રૂ.૧૦,૦૦૦ દંડ ફટકારી પોલીસ ની કામગીરીને સરાહનીય ગણાવેલ હોવાનું જાણવા મળેલ છે. ટોક ઓફ ટાઉન બનેલ ચર્ચાસ્પદ બનાવ અંગેજાણવા મળ્યા પ્રમાણે ફરીયાદી સંગીતાબેન ડો/ઓ ઓખારામ મોદી રહે.વિઠોદર તા.ડીસા વાળાએ (૧) પી.એસ.ઓ, ડીસા રુરલ પો.સ્ટે (૨) પી.આઇ, એ.એસ.પટણી,ડીસા રૂરલ (૩) એસ.પી.અક્ષયરાજ ,બનાસકાંઠાજીલ્લા, જોરાવર પેલેસ (૪) એ.હે.કો,વિક્રમદાન ભવાનીદાન ,ડીસા રુરલ (૫) એ.એસ.આઇ., પરેશભાઇ ભાવાભાઇ ડીસા રૂરલ પો.સ્ટે નાઓ વિરુદ્દ ભા.દં.સં ની (ભારતીય દંડ સંહીતા) કલમ-૧૬૬,૧૬૬(એ),૧૬૭,૨૧૮ મુજબના ગુનો દાખલ કરવા માટે ડીસા કોર્ટ માં રાવ નાખેલ. સાહેદ જણાવે છે કે, તેઓ ધોરણ-પ ભણેલ છે,તેઓ આશરે બે માસ અગાઉ ડીસા રુરલ પો.સ્ટેમાં ફરીયાદ કરવા ગયેલ તે વખતે ફરિયાદ લખાવવા મળેલ તેઓ એ જણાવેલ કે,ફરિયાદ લેવામાં નહી આવે( જે ફરિયદ માં તેઓને તા. ૯/૬/૨૦૨૨ના રોજ તેઓના પતિની સાથે રહેતા હતા તેમની જાણ બહાર સુરેશભાઇ ઓખરામ મોદી,રુખીબેનવા/ઓ ઓખારામ દોલારામ મોદી,સુખીબેન ચંદુજી મોદી વિગેરે તેઓને બળજબરી પુર્વક લઇ ગયેલ.અને મંડાર પોલીસ સ્ટેશન માં ૩ થી ૪ કલાક પોલીસ કમર્ચારી એ તેઓનો વીડીયો ઉતારેલ અને જબરજસ્તીથી તેઓના પતિ વિરુદ્દ બોલાવેલ તેઓના ભાઇ અને ભુવા સુખીબેન ડો.ભાટી ને ત્યાં લાવેલ અને તેઓએ તેમને એક ગોળી આપેલ અને ઇન્જેકશન આપતા અર્ધબેભાન અવસ્થામા થઇ ગયેલ. અને તેમનુ ગર્ભપાત કરાવેલ,ત્યારબાદ તેમના ભાઇ એ ભીનમાલ દિનેશભાઇ ને તેઓએ બળજબરીથી વેચી મારેલ અને દિનેશભાઇ એ તેમની મરજી વિરુદ્દ બળત્કાર કરેલ. તેઓ એ તેમના પતિનો સંપર્ક કરતા તેમના પતિએ સુરેશભાઇ ઓખરામ ના ચુંગાલ માંથી છોડાવેલ.) તેથી તેઓ એ ડીસા રુરલ પો.સ્ટે અને એસ.પી. કચેરી પાલનપુર મુકામે લેખીત ફરીયાદ મોકલી આપેલ છતાં બનાસકાંઠા પોલીસે કોઇ કાર્યવાહી કરેલ નહી. તેઓ ધરે તપાસ કરવા આવેલ નહી અને પોલીસે તેઓના દિયર ની સહી કરાવેલ.ત્યારબાદ તેઓ કયારેય પો.સ્ટે ગયેલન હતા. પોલીસે હજુ સુધી કોઇ આરોપીને હાજર કરેલ નથી. તેથી તેઓએ હાલ ની ફરિયાદ પી.આઇ,પી.એસ.ઓ,એસ.પી તથા રિપોર્ટ કરેલ કમર્ચારીવિરુદ્દ કરેલ.અને સદર કર્મચારી વિરુદ્દ કાર્યવાહી કરવા માટે ઉપલા અધિકારી ની મંજુરી માંગેલ પરંતુતે હજી સુધી મળેલ નથી.જેથી તેઓ એ હાલની ફરીયાદ દાખલ કરેલ છે. ફરિયાદી ના વિ.વ.શ્રી એસ.એમ.ખત્રી ની દલીલ છે કે, ફરિયાદી તા.૧૩-૧૦-૨૦૨૨ નારોજ સાંજના ૫-૩૦ થી ૬-૦૦ કલાક ના સુમારે ભા.દં.સં ની કલમ-૩૭૬ ની ફરીયાદ આપવાગયેલ, પરંતુ પોલીસે લીધેલ ન હતી. ત્યાર બાદ સદર બનાવ બાબતની લેખીત ફરિયાદ ડીસા રુરલ પો.સ્ટે તથા એસ.પી.,કચેરી પાલનપુર મોકલી આપેલ. જેમાં એસ.પી શ્રી દ્વારા પણ કોઇ તપાસ કરેલ નથી. સદર કામે એ.હે.કો દ્રારા ખોટો રીપોર્ટ ભરવામાં આવેલ છે,જેરિપોર્ટ ના આધારે પી.આઇ.શ્રી ડીસા રૂરલ એ અમારી અરજી ફાઇલે કરેલ છે. સદર એ.હે.કો નો રીપોર્ટ ના.કોર્ટ દ્વારા માન્ય નરાખીને ફોજદારી કાર્યવાહી સંહીતાની કલમ-૧૫૬(૩) અન્વયે એફ.આઇ.આર કરવાનો હુકમ કરેલ છે,જેથી સદર પોલીસ વિરુદ્દ કાર્યવાહી કરવા અરજ કરેલ.ત્યાંરે...

શ્રી એમ.આર.કોઠારીયા ચોથા જયુ.મેજી.ફ.ક, સાહેબ ની કોર્ટ ડીસામાં આ બાબતે પોલીસ દ્વારા કરાયેલ કામગીરીનો અહેવાલ મંગાવી અવલોકન કરેલ. કે એ વાત બિન તકરારી છે કે, અરજદારે ડીસા રુરલ પો.સ્ટે ખાતે ,તથા એસ.પી.કચેરી ખાતે લેખીત ફરીયાદ કરતાં તેની તપાસ વિક્રમદાન ભવાનીદાન બ.ક.નં.૧૩૪૭ કે જે અરજદાર તથાતેઓના પતિની કરેલ અલગ-અલગ અરજીઓ ની તપાસ છેલ્લા ધણા મહિનાઓથી કરતા હતા.તેઓને સોંપેલ હાલની અરજી મુજબ (૧) તેઓ ના પતિને ફોન પર જાણ કરેલ જેની નોંધ સ્ટે.ડા માનોંધ નંબર ૦૬/૨૨ થી કરેલ છે જેની નકલ રજુ છે. (૨) તેઓ એ અરજદાર ના ધરે જતાં તેઓ ત્યા હાજર ન હોઇ તેઓના દિયર નુ નિવેદન લીધેલ છે જે આ કામે રજુ કરેલ છે.(જેની જાણ અરજદારને પણ છે)(૩) અરજદાર ને પો.સ્ટે જા.નં. ૪૬૩/૨૨ તા.૨૫/૧૦/૨૨ તથા જા.નં.૪૭૮૯/૨૨તા.૧૭/૧૧/૨૨ ના રોજ નિવેદન લખાવવા માટે જાણ કરતી નોટીસ કરેલ છે.(૪) તથા કહેવાતામાર્ક ૩/૪ વાળો રીપોર્ટ જે પો.સ્ટે થી એસ.પી.કચેરી એ મોકલેલ જા. ૪૯૨૩/૨૨ વાળા પત્ર નીનકલ અરજદાર ને તા. ૨૫/૧૧/૨૦૨૨ ના રોજ મોકલેલ છે.(૫) આમ,ઉપરોક્ત પત્રો,નોટીસકર્યા છતાં અરજદાર લેખીત ફરીયાદ કર્યા બાદ ફરીયાદ આપવા પોલીસ સ્ટેશન ગયેલ નથી.(૬)અરજદાર પોતે પો.સ્ટે માં ફરીયાદ આપવા ગયેલ હોય તેનો કોઇ આધાર પુરાવો રજુ કરેલ નથી. (૭) હાલની ફરીયાદ થી વિરુદ્દ સદર કમર્ચારી પોતાની ફરજ ના ભાગ રુપે ની તમામ કામગીરી નીભાવેલ હોવાનું જણાઇ આવે છે,તથા તે સંબંધિત તેની સ્ટે.ડા માં નોંધ પણ પાડેલ છે ,તેથીવિરુદ્દ અરજદાર લેખીત ફરીયાદ આપી ને પોલીસ એ નોટીસ આપેલ હોવા છતાં નિવેદન માટે હાજર રહેલ નથી.જે આધારે તેઓ એ પોતાના ઉપલી પોલીસ અધિકારી ને રીપોર્ટ કરેલ છે તથા તે રીપોર્ટના આધારે એસ.પી.કચેરી એ રીપોર્ટ કરેલ છે જેથી તેઓ એ કાયદા મુજબની પ્રકીયા પુર્ણ કરી અરજી ફાઇલે કરેલ છે. અરજદારે કોર્ટને ખરી હકીકત થી માહીતગાર ન કરી ગેરમાર્ગે લઇ જવા માટે તથા સરકારી કમર્ચારી પર પુરાવા વગર આક્ષેપો કરવા તથા તે સંબંધિત સોગંદનામાં કરવા માટે,સરકારી કમર્ચારીએ તેઓ માટે કરેલ કામગીરી બિરદાવવા ના બદલે તેઓની સામે પાયાવિહોણી ફરીયાદ કરી તેઓની કામગીરીને "આરોપીઓને યેનકેન પ્રકારે છાવરેલ હોઇ તથા રાજયસેવકે પોતાનાહોદ્દાને ન છાજે તેવુ કૃત્ય કરેલ હોવા" જેવા આક્ષેપો મુકી તેઓની વિરુદ્દ ફરીયાદ કરવા,તેઓના ઉપલી અધીકારી ને સાચી હકીકત જણાવ્યા સિવાય તેઓ વિરુદ્દ પગલા લેવાં, આવા બનાવવો ફરીથી ન થાય તે માટે આવી અરજી કરતા અરજદાર સમાજમાં દાખલારુપ બને તે માટે દંડને કરવાને યોગ્ય જણાઇ આવે છે.તેવું અવલોકન કરી શ્રી એમ.આર.કોઠારીયા ચોથા જયુ.મેજી.ફ.ક, નામદારકોર્ટ દ્વારા ન્યાયના હિતમા સદર અરજદારે ના.કોર્ટ ને ખરી હકીકતો ન જણાવી તથા સરકારી કમર્ચારી પર પુરાવા વીના પાયા વિહોણા ખોટા આક્ષેપો કરવા માટે રુપિયા ૧૦,૦૦૦ ના દંડ સાથે ફોજદારી કાર્યાવાહી સંહીતાની કલમ-૨૦૩ અનવ્યે ફરીયાદ કાઢી નાખવામાં (રદ કરવામાં) આવે છે.અરજદાર દંડ ન ભરે તો તેઓ વિરુદ્દ કાયદેસરની કાર્યવાહી કરી દંડ ની રકમ વસુલ કરવાનો હુકમ કરાયેલ છે.