દાહોદની સરકારી ઈજનેરી કોલેજ ખાતે આઇડિયા જનરેશન ફોર ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ" અંગે સેમિનાર યોજાયો

ગત તા. ૧૭ ના રોજ સરકારી ઈજનેરી કોલેજ , દાહોદ ખાતે "આઇડિયા જનરેશન ફોર ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ" વિષય ઉપર એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. 

આ કાર્યક્રમમાં  સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના ઈલેક્ટ્રીકલ ઈજનેરી વિભાગના સહાયક પ્રાધ્યાપક તેમજ રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક વિજેતા ડો. વાય. એમ. મકવાણા અને મિકેનિકલ ઇજનેરી વિભાગના સહાયક પ્રાધ્યાપક અને સંસ્થાના એસ.એસ.આઈ.પી. કોઓર્ડીનેટર ડો. એમ. કે. ચુડાસમા દ્વારા "આઇડિયા જનરેશન ફોર ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ" વિષય ઉપર તજ્જ્ઞ  વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા.

 તેમણે ઈનોવેશન અને આઇડિયા જનરેશનુ મહત્વ અને ઈનોવેટર તરીકેની  તેમની  યાત્રા ખૂબ સરસ રીતે ટૂંકમાં સમજાવી હતી. આ કાર્યક્રમમાં સરકારી ઇજનેરી કોલેજ દાહોદના આશરે ૫૧ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આ સેમિનારમાં સંસ્થાના આચાર્યશ્રી તથા આઈ.આઈ.સી. ક્લબના વડા ડો. ડી. બી. જાની તથા એ.આઈ. સી.ટી.ઇ. કોઓર્ડીનેટર ડો. એમ. એ. મણિયાર તથા અન્ય અધ્યાપકગણ વિગેરેએ રસ દાખવી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું  સંચાલન એસ.એસ. આઈ. પી મેમ્બર પ્રો. જે. એમ . પટેલ તથા તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું.