અમદાવાદમાં ફરીથી ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન શરૂ થયું છે. ચીરિપાલ ગ્રુપ પર ITની ઉતરી તવાઇ. ટેક્ષટાઇલ,શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલ છે ચિરીપાલ ગ્રુપ. વેદપ્રકાશ ચિરીપાલ,બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યા દરોડા. બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર દરોડા. શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ પર પણ IT ત્રાટકયુ, કુલ 35 થી 40 જગ્યા પર દરોડા. જયોતિપ્રકાશ ચિરીપાલ,વિશાલ ચિરીપાલ,રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા . નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તવાઇ. આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા. ITની તપાસના અંતે મોટો દલ્લો મળે તેવી સંભાવના. ITની કાર્યવાહીથી અમદાવાદમાં ભારે ખળભળાટ મચ્યો છે.