આજરોજ જાફરાબાદ ના ભાકોદર ગામે સ્વાન એલ.એન.જી કંપની થી ગામજનો નો રોષ ફાટ્યો...
કંપની ની આસપાસ ના ગ્રામજનો સ્થાનિકો ને રોજગાર ન મળતા લોકો માં રોષ ફાટી નીકળ્યો.
કંપની ની આસપાસ ના ગામના સરપંચો ને સાથે લહી ગ્રામજનો એ પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી ને રજુઆત કરી અને પોતાની વેદના રજુ કરી આ રજુઆત ને જોતા પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી લોકો સાથે ના અન્યાય ને જોતા રજુઆત ના પગલે તાત્કાલિક કંપની ના જવાબદાર અધિકારીઓ પાસે રૂબરૂ પોહચીયા જ્યાં કંપની ના જવાબદાર અધિકારીઓ ને હિરાભાઇ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું કે આ ગ્રામજનો ના પ્રશ્નો નુ ટુંક સમયમાં નિકાલ કરવા માં આવે નહીંતર આવનાર દિવસોમાં ગ્રામજનો ની સાથે રહી જે કાંઈ પણ પગલા કંપની વિરૂધ્ધ લેવા પડશે એ નિઃસંકોચ લેશું.
આમ પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી પણ લોકો સાથે ના અન્યાય માટે કડક વલણ થી કંપની ને ચિમકી આપી લાલ આંખ કરી...
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી..
 
  
  
   
   
   
  