કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કામરેજ વિસ્તારની શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી.સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નનસાડ ખાતે આવેલી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી સંચાલિત પ્રાથમિક શાળાની ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા ગત રોજ ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શાળાની મુલાકાત દરમ્યાન અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય સંબંધી જાગરૂકતા માટે બાળકોના નખ તેમણે જાતે કાપ્યા હતા.શાળાની મુલાકાત દરમ્યાન તેમણે બાળકોને શિક્ષણ બાબતે માહિતી આપી હતી.અને પ્રાથમિક શાળાની શૈક્ષિણક પ્રવૃતિ સહિત સ્વચ્છતા જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો.અંતમાં શાળાના શિક્ષકને શાલ ઓઢાડી તેમણે કર્મચારીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.