પરિક્રમા ના છેલ્લા દિવસે મોટી સંખ્યા સાથે બ્રાહ્મણ સમાજ ના લોકોએ 51 શક્તિપીઠ ની પરિક્રમા કરી, અંબાજી થી ડી.જે. સાથે નાચતા ગાતા ગબ્બર તળેટી પહુચ્યા, સમગ્ર માર્ગ જય અંબે ના નાદ થી ગુંજી ઉઠ્યો

      51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે સાંજે આ પરિક્રમા મહોત્સવ ની પૂર્ણાહુતી કરવામાં આવશે. છ દિવસ સુધી ચાલતી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓ ગબ્બર તળેટી ખાતે પહોંચી 51 શક્તિપીઠ ની પરિક્રમા કરી માતાજીનો આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. છ દિવસ સુધી ચાલનાર આ પરિક્રમા મહોત્સવમાં વિવિધ સંસ્થાઓ અને અંબાજી ના દરેક સમાજ દ્વારા પણ માતાજી ની 51 શક્તિપીઠની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે આજે અંબાજી માં વસવાટ કરતા બ્રાહ્મણ સમાજના લોકો પણ અંબાજી થી ચાલતા ગબ્બર તળેટી ખાતે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો ડીજેના તાલે ઝૂમતા માર્ગે પર જય જય અંબે નાદ સાથે ગબ્બર તલેટી ખાતે પહોંચી 51 શક્તિપીઠ પરિક્રમા મા આવેલા તમામ શક્તિપીઠો ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન અંબાજી મા વસવાટ કરતા દરેક સમાજ દ્વારા ગબ્બર તળેટી ખાતે પહોંચી 51 શક્તિપીઠ ની પરિક્રમા કરી માતાજી ને ધજા ચડાવી હતી. ત્યારે આજે અંબાજી ના મોટી સંખ્યા મા બ્રાહ્મણ સમાજ લોકો દ્વારા પણ હાથો મા માતાજી ની ધજાઓ લઈ 51 શક્તિપીઠ ની પરિક્રમા કરી માતાજી ના મંદિરે ધજા અર્પણ કરી હતી. તો 51 શક્તિપીઠ પર આવેલા તમામ શક્તિપીઠો ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.