તારાપુર શહેરના વાલ્મિક વાસ તેમજ કસ્બારા ગામેથી 9લીટર દેશીદારૂ સાથે 2મહિલાઓ પકડાઈ
તારાપુર પોલીસ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નિકળેલ જે દરમિયાન મોટા વાલ્મિક વાસ પાસે જતા ૬ લીટર દેશીદારૂ સાથે એક મહિલા પકડાઇ હતી પકડાયેલ મહિલાનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ ગીતાબેન વિજયભાઇ વાલ્મિક હોવાનું જણાવેલ તેમજ વરસડા આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કસ્બારા ગામના વાલ્મિક વાસ તરફ જતા એક મહિલા ૩ લીટર દેશીદારૂ સાથે પકડાઇ જવા પામ્યા હતા પોલીસે જેઓનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ કૈલાશબેન શીવાભાઈ દેવીપૂજક હોવાનું જણાવેલ જેથી પોલીસે બન્ને મહિલાઓ પાસેથી ૯ લીટર દેશીદારૂ કિ.૧૮૦નો મુદામાલ પકડી પ્રોહિબીશન અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે