પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નિકોલા ગામે રહેતા બાબુભાઈ રયજીભાઈ બારીયા ભુજ ખાતે આવેલ એક ખાનગી કંપની મારફતે આજથી ચાર વર્ષ અગાઉ આફ્રિકા ખાતે એક કંપનીના પ્લાન્ટમાં કામ કરી રોજી રોટી રળવા માટે ગયા હતા જેમાં આજથી 20 દિવસ અગાઉ એટલે કે તારીખ 27/01/2023 ના રોજ આફ્રિકા ખાતે તેઓનું કોઈ કારણસર અકાળે મોત થયું હોવાના સમાચાર નિકોલા ગામે તેઓના પરિવારજનોને મળતા પરિવારજનો આઘાતમાં સરી ગયા હતા અને સમગ્ર પરિવાર સહિત ખોબલા જેવડા નિકોલા ગામે વતનથી હજારો કિલોમીટર દૂર પેટિયું રળવા પોતાના પત્ની પુત્રો અને પરિવારજનોને મૂકીને ગયેલા અને વિદેશમાં રોજી રોટી કાજે એકલા રહેતા બાબુભાઈના અચાનક આફ્રિકામાં મોત થયું હોવાના બનાવથી આઘાત સાથે શોકનું મોજુ ફેલાઈ જવા પામ્યું હતું અને પરિવારજનોએ તેઓના મોતના સમાચાર સાંભળી રોકકળ મચાવી મૂકી હતી જેમાં પરિવારજનોએ બાબુભાઈના અંતિમ દર્શન કરી હિંદુ ધર્મના રીતી રિવાજ મુજબ તેઓના અંતિમ સંસ્કાર કરવા માટે તેઓના મૃતદેને વતન નિકોલા ગામે લાવવાના પ્રયાસો હાથ ધરી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી જ્યારે ભુજની કંપનીને પણ જાણ કરતાં ભુજની કંપનીએ તેઓને જોઈએ એવો પ્રતિસાદ આપ્યો ન હતો જેમાં બાબુભાઈના અંતિમ દર્શન કરવાની આશામાં પરિવારજનો એ પોતાનું ધૈર્ય જાળવી રાખી 20 દિવસ સુધી આંખોમાં આંસુઓથી સુકાઈ ગયેલી આંખોથી બાબુભાઈના મૃતદેહની કાગડોળે રાહ જોઈ હતી જેમાં બાબુભાઈના પત્નીએ તો છેલ્લા કેટલાય દિવસોથી બાબુભાઈના મોતના આઘાતમાં અન્નજળનો પણ ત્યાગ કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે તેઓના પુત્રો અને પરિવારજનો પણ શોકમાં ગરકાવ થઈ તેમના મૃતદેહની રાહ જોતા જોવા મળ્યા હતા જેમાં છેલ્લા કેટલાય દિવસોથી બાબુભાઈના મૃતદેહને પરત વતન નિકોલા ગામે લાવવા પરિવારજનોએ ચારે તરફ લાગતાં વળગતા વહીવટી તંત્રને રજૂઆત કરતા આખરે સરકારના પ્રયત્નો બાદ આજ રોજ બાબુભાઈના મૃત્યુના 20 દિવસ બાદ બાબુભાઈનો મૃતદેહ નિકોલા ગામે પરિવારજનો પાસે પહોંચતા પરિવારજનો તેઓના મૃતદેહ ને જોઈને રોકકળ મચાવી મુકતા સમગ્ર નિકોલા ગામના વાતાવરણમાં ગમગીની પ્રસરી જવા પામી હતી અને આખરે 20 સુધી બાબુભાઈના અંતિમ દર્શન કરવાની અને અંતિમ ક્રિયા કરવાની દુઃખી મને કાગડોળે રાહ જોતા પરિવારજનો બાબુભાઈનો મૃતદેહ વતન નિકોલા ગામે આવતા ભારે આઘાતની લાગણી અને દુઃખ સાથે રડતી આંખે છેલ્લા દર્શન કરી આખરી વિદાય પોતાના ઘરેથી આપી ધાર્મિક રીતી રિવાજ અનુસાર અંતિમ ક્રિયા કરી હતી.