પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આજરોજ હાલોલ જીઆઇડીસીના મોડલ સ્કૂલ ખાતે યોજાયેલ સાયન્સ ફેરમાં કુમાર શાળા હાલોલના વિજ્ઞાન શિક્ષક પ્રવિણભાઈના માર્ગદર્શનમાં તૈયાર થયેલ સોલર પેનલ આયોજિત અદભુત પ્રોજેક્ટ સ્માર્ટ બેગની કૃતિ વિદ્યાર્થી પઠાણ સેહજાદ અને અને બેલીમ હસનેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો 

         જેમાં આ સ્માર્ટ બેગમાં 4 વોલ્ટની કુલ ચાર સોલર પેનલ લગાડવામાં આવી છે જયારે વિદ્યાર્થી શાળામાં જતો કે આવતો હોય ત્યારે સૌર ઊર્જા નો સંગ્રહ 12 વોલ્ટની DC બેટરી માં થઇ જાય છે...જો શાળામાં લાઈટના હોય ત્યારે વિદ્યાર્થી તેની મદદથી પંખો ચલાવી રાહત મેળવી શકે છે તેમજ જયારે ઘરે જાય ત્યારે રાત્રે પાવર કટ હોય ત્યારે વિદ્યાર્થી લેમ્પ ચાલુ કરી હોમવર્ક તેમજ અભ્યાસ પણ કરી શકે છે..આ બેગ ની મદદથી સંગ્રહ થયેલ ઊર્જા થી મોબાઈલ તેમજ લેપટોપ પણ ચાર્જ થઇ શકે છે.ગ્રામ્ય વિસ્તારો માં વીજળીનો પ્રશ્ન રહેતો હોય છે જેથી રાત્રે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ખૂબજ ઉપયોગી આવી સ્માર્ટ બેગ ખૂબજ ઉપયોગી થઇ શકે તેમ છે સામાન્ય વ્યક્તિ પણ આવી બેગ શોપિંગ માટે વાપરે તો સૂર્યઊર્જાનો ઉપયોગ ધ્વારા ઘરે વિવિધ ઉપકરણો ચલાવી શકે છે..આમ સૌર ઊર્જા સંગ્રહ સાથે પ્રદુષણમાં ઘટાડો એ આ પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ છે સરહદ પર પહેરો ભરતા સૈનિકોને પણ આવી સ્માર્ટ બેગ સરકાર દ્વવારા આપવામાં આવે તો ખૂબજ ઉપયોગી થઇ શકે તેમ છે તેવી માહિતી વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ દ્વારા આપવામાં આવી હતી.