ગ્રાહક જાગૃત હશે તો ભારતનું અર્થતંત્ર મજબૂત થશે, એ.બી.પંચાલ, પ્રમુખ ગ્રાહક અદાલત, ડીસા કોર્ટમાં ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો....
ગ્રાહકો ને જાગૃત કરવા ગ્રાહક અદાલત મૈદાને ઉતરી છે. ગ્રાહક અદાલત દ્વારા સતત અને સળંગ જિલ્લાભર ના તાલુકા મથકે ઠેર ઠેર ગ્રાહક જાગૃતિ ના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તે જ શ્રંખલામાં આજ રોજ ડીસા કોર્ટે ના કોન્ફરન્સ હોલ માં ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો..
આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ શ્રી એ. બી. પંચાલ, સભ્ય શ્રી બી.જે.આચાર્ય, પૂર્વ સભ્ય રીટાબેન પંચાલ, વાય. એન. પટેલ, ડીસા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ કિશોર દવે, બાર એસોસીયેશનના પ્રમુખ બી.એન. પ્રજાપતિ, ઉપપ્રમુખ એમ. જી. પંચાલ, સેક્રેટરી એમ. ટી. પઢીયાર, જોઈન્ટ સેક્રેટરી વી. એ. ઘસુરા, જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની શરુઆત મહેમાનોના સ્વાગતથી કરવામાં આવી હતી. ત્યાર બાદ જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેએ પોતાની આગવી શૈલીમાં ગ્રાહકોના અધિકારો જણાવી નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમની જોગવાઈ ઓ થી વિસ્તાર પૂર્વક ગ્રાહકો ને માહિતગાર કર્યા હતાં.
ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત ના સભ્ય બી.જે. આચાર્ય એ પૂર્વ માં અદાલતો દ્વારા આપવામાં આવેલા નિર્ણયો અંગે સમીક્ષા કરી હતી.
ત્યાર બાદ કાર્યક્રમ ના અધ્યક્ષ અને જિલ્લા ગ્રાહક અદાલત ના પ્રમુખ એ.બી.પંચાલએ ગ્રાહકો ને નિભાવવાની થતી ફરજો અંગે ગ્રાહકો ને માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે હકીકતે ગ્રાહક બજાર નો રાજા છે જો તે પોતાની ફરજો અને અધિકારો પ્રત્યે સજાગ થાય. આ સાથે સાથે બજારમાં છેતરતા તત્વો સામે ગ્રાહકો જાગૃત થઈ પોતાના અધિકારો નો ઉપયોગ કરે તેવું આહ્વાન પણ કર્યું હતું.
શ્રી પંચાલે વધુ મા જણાવ્યું હતું કે સેવામાં ખામી અને અનૈતિક વ્યાપાર પદ્ધતિ નો ભોગ બનનાર ગ્રાહક માટે ગ્રાહક અદાલત ના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે.
માલ વેચનાર વ્યક્તિ જો નાણાં લીધા બાદ પણ વસ્તુ કે સેવા ના આપે તો એવા વ્યાપારીઓ થી ગ્રાહક ના રક્ષણ માટે કરીને જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલ મા આવ્યો છે આશા છે ગ્રાહક વર્ગ આ કાયદા નો લાભ અવશ્ય લેશે. કાર્યક્રમમાં મોટી સંખ્યા માં ડીસા બાર એસોસીયેશનના તમામ વકીલ મિત્રો અને ગ્રાહક વર્ગ ઉપસ્થિત રહ્યા હતાં.