હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ પ્રસિદ્ધ પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા પોતાની સામાજિક કોર્પોરેટ જવાબદારીઓ અંતર્ગત હાલોલ સહિત આસપાસના તાલુકાઓમાં વિવિધ શૈક્ષણિક,આરોગ્ય પર્યાવરણ, ખેતી વિષયક અને પાણીની જરૂરિયાત સહિતના ગ્રામીણ વિકાસને લગતા સેવાકીય કામો કરવામાં આવે છે જ્યારે નવીન આંગણવાડીઓ બનાવી તેમજ રીનોવેશન કરવી, નવીન પ્રાથમિક શાળાઓ ઉભી કરી તેમજ પ્રાથમિક શાળાઓના ઓરડા બનાવવા અને રીનોવેશન કરવા સહિતની શૈક્ષણિક કામગીરીની સાથોસાથ શાળાના બાળકોના વિકાસ અને ઉત્થાનને લગતી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ સરકારી મોડેલ સ્કૂલના વિશાળ પ્રાંગણમાં પોલિકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશનની સી.એસ.આર.ટીમ દ્વારા તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 

 જેમાં હાલોલ તાલુકા સહિત હાલોલ શહેરની કુલ 75 જેટલી પ્રાથમિક શાળાઓએ હિસ્સો લીધો હતો જેમાં 75 જેટલી પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 6 ના અંદાજે 100 જેટલા શિક્ષકોની આગેવાનીમાં 290 જેટલા વિદ્યાર્થીઓ જેમાં કિશોર અને કિશોરીઓએ ભેગા મળી કુલ 130 જેટલી વિજ્ઞાનની અદભુત કૃતિઓ પ્રદર્શનના રજુ કરી હતી જેમાં નાના ભૂલકા એવા બાળકોની અદભુત અને વિજ્ઞાન તેમજ ટેકનોલોજીના સુગમ સમન્વય સાથેની 130 કુર્તીઓ જોઈને ઉપસ્થિત મહાનુભાવો પણ મંત્રમુગ્ધ થયા હતા. જેમાં પ્રથમ 1 થી 3 ક્રમાંકે આવેલ તેમજ શ્રેષ્ઠ કૃતિઓને પોલીકેબ કંપનીના એજ્યુકેટીવ ડાયરેકટર રાકેશભાઈ તલાટી સહિત ચિત્રા દવે મેડમ, નીરજ કુંદનાની તેમજ બીઆરસી કોર્ડીનેટરના પીરજાદા સાહેબનાઓના હસ્તે પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશનની સી.એસ. આર. ટીમના મનીષ તિવારી મનોજ તિવારી સહિતની ટીમના સદસ્યો અને વિવિધ શાળાઓનો સ્ટાફ તેમજ મોડલ સ્કૂલ જીઆઇડીસીના આચાર્ય અને શિક્ષક સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોલીસકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશનની સી.એસ.આર.ની ટીમના સદસ્યોએ સફળતાપૂર્વક કર્યું હતું.