તારાપુરના ફતેપુરા પાસે આવેલ સી.એન.જી ગેસ પંપ પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે કારને અડફેટે લેતા કાર ચાલકનું મોત નિપજ્યું આજરોજ સાંજના છ કલાક ના સમયે પચેગામનો 22 વર્ષીય યુવાન સદ્દામભાઈ કાળુભાઈ સંધી જ્યારે પોતાની મારૂતિ ફ્રંન્ટી કાર નંબર GJ 07 AG 8645 લઈને ફતેપુરા સી.એન.જી પંપ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન પૂરપાટ ઝડપે આવી ઓવર ટેક કરતા ટ્રેલર નંબર GJ 12 BW 5664ના ચાલકે કારને અડફેટે લેતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક ટ્રેલર લઈને ફરાર થઈ ગયો હતો અને સદ્દામ કારમા ફસડાઈ પડ્યો હતો કેટલાક લોકોએ માનવતા દાખવી સદ્દામને કારમાથી બહાર કાઢીને ૧૦૮ મારફતે તારાપુર સરકારી હોસ્પિટલે પહોચાડેલ જ્યા ડૉકટરો દ્વારા સદ્દામને મૃત જાહેર કરી પેનલ ડૉક્ટર દ્વારા પી.એમ કરી ડેડબોડી ઘરના લોકોને સોપેલ આ બનાવથી પરિવાર પર દુઃખનો આભ તુટી પડેલ અને જુવાનધોધ દીકરાને ગુમાવનાર પરિવાર સહિત આખુ ગામ હીબકે ચઢી જવા પામેલ આ અકસ્માત અંગે મકસુદભાઇ સંધીની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે