જુનાગઢમાં ભવનાથમાં આપાગીગાના ઓટલાનાં નરેન્દ્રબાપુ સોલંકી દ્વારા જાહેર ભોજનાલયની શરુઆત બે દિવસ અગાઉથી જ કરવામાં આવી રહી છે મહંત નરેદ્રબાપુ દ્વારા વિધિવત પૂજા અર્ચન કરી જાહેર અન્નક્ષેત્રની શરુઆત સાથે હરિહરની હાકલ કરી હતી. જેમાં હજારો ભાવિકો ભોજન શુદ્ધ અને સાત્વિક ભોજન લેશે, હજુ શિવરાત્રી મેળો 15 તારીખે નોમની ધજાનો ચડ્યા બાદ જ વિધિવત જામશે, ત્યારે અગાઉથી જ ભવનાથમાં સાધુ સંતોનું આગમન થવા લાગ્યું છે, ધુણાઓમાં નાગા બાવાઓ દ્રશ્યમાન થઈ રહ્યા છે, અને નાના પાથરણાં પાથરીને રોજી મેળવતા વેપારીઓ પણ આવી ગયા છે ત્યારે આપાગીગાના ઓટલાનાં અન્નક્ષેત્રમાં કોઈપણ જાતના ભેદભાવ વગર સહુ એકસાથે બેસી ભોજન ગ્રહણ કરે તે માટેની ખુબજ સરસ આયોજનબંધ વ્યવસ્થા કરવામાં આવી છે.
લાખો શ્રદ્ધાળુઓ અને શિવભકતો માટે ભોજનાલયનાં ગરીબથી લઈને તવંગર બધા એક સમાન હરિહરની હાકલ સાથે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે.
ખાસ નરેન્દ્રબાપુ જણાવ્યું હતું કે નાની નાની વસ્તુઓ વેચીને રોજી કમાતા તેમજ બહારથી આવતા યાત્રિકો માટે ખાસ મારા પથદર્શક જીવરાજબાપુના અને શ્રી આપાગીગાનાં આશિર્વાદથી સેવાકાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થયો છે અને સેવકોની સાથે આવનાર તમામ યાત્રિકોનો આભાર વ્યકત કર્યો હતો.
જો કે ભવનાથ તળેટીમાં આ એક એવું અન્નક્ષેત્ર રહ્યું છે કે જે શિવરાત્રી મેળાનાં અગાઉના બે દિવસ પહેલા જ શરૂ કરી દેવામાં આવે છે.
*સમાચાર અને જાહેરાત માટે*
M8780666396
રેશમા સમા જુનાગઢ