બનાસકાંઠામાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે લોકો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. જે અંતર્ગત આજે એક ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી સીઆજ કાર રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસી હતી. આ બેફામ બનેલા કારચાલકે પોલીસ દ્વારા રોકાવાનો પ્રયાસ કરતા કારચાલક ગાડી ઉભી રાખી નહોતી. જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કર્યો હતો. તે દરમિયાન આ કારચાલકે એક બાઈક અને બે રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં એક રીક્ષા ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પોલીસે આ કારને ઝડપી પાડી હતી અને કાર ચાલક હિતેશ મહેરીયા અને જગદીશ પરમાર ગાડીમાંથી બહાર કાઢી તપાસ કરતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને દારૂ સહિત કુલ 5.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કારચાલક સહિત બંને ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓ આબુરોડથી આ દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ કરી છે.