સુરત જિલ્લાના કામરેજના ઉંભેળ ખાતેના ફાર્મ હાઉસમાં કલર કામના બહાને બોલાવી કોન્ટ્રાકટર સહિત મિત્રને બંધક બનાવી લૂંટ કરી ફરાર ત્રણ આરોપી પૈકી બે ને રાજસ્થાન તેમજ એક ને ચલથાણ ખાતેથી ઝડપી પાડી કુલ ₹.5,65,100 ની કિંમતના મુદ્દામાલ કબ્જે કરવામાં કામરેજ પોલીસને સફળતા મળી હતી. કામરેજના ઉંભેળ નજીક આવેલા જે.બી ફાર્મ હાઉસમાં સારોલી ખાતેની નેચર વેલી હોમ્સ ખાતે રહેતા કલર કામના કોન્ટ્રાકટર સહિત મિત્રને બંધક બનાવી તમંચાની અણીએ તેમની બ્રિઝા ગાડી સહિત અન્ય મુદ્દામાલની લૂંટ ચલાવી ત્રણ અજાણ્યા એક્ટિવા ચાલક વિરૂદ્ધ ભોગ બનનારે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આવી હતી.જેમાં લૂંટમાં સામેલ ત્રણ અજાણ્યા એક્ટિવા ચાલકની સાથે મદદ ગારીમાં સામેલ પલસાણા તાલુકાના ચલથાણ ગામના તેજસ દીપકભાઈ મૈસુરિયાને અગાઉ કામરેજ પોલીસે ઝડપી પાડયો હતો.ત્રણ અજાણ્યા એક્ટિવા સવાર દ્વારા કલર કામના કોન્ટ્રાક્ટર સહિત મિત્રને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપી ત્રણેય ફરાર થઈ ગયા હતા.ગુનાની ઘટનાને ગંભીતા પૂર્વક લઈ કામરેજ પોલીસ દ્વારા તપાસમાં ચક્રો ગતિમાન તેજ કરવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ સહિતની માહિત એકઠી કરતા લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ રાજસ્થાન હોવાનું ફલિત થતા.કામરેજ પી.આઇ આર.બી ભટોળ,પી.એસ આઈ વી.આર ચોસલા સહિત અન્ય પોલીસ સ્ટાફની ટીમ રાજસ્થાન ખાતે જઇ તપાસનો દોર આગળ વધારતા (1) કમલેશભાઈ ઘીસારામ જાટ હાલ રહે.A/1 રજવાડી ટી સ્ટોર નૂરાની બિલ્ડીંગ ઝાપા બજાર સુરત મૂળ રહે.સાદડી તા.દેસુરી જી.પાલી (રાજસ્થાન) (2) જીતેન્દ્ર અનિલભાઈ રાઠોડ હાલ રહે.રૂમ નંબર- C/60 આનંદ નગર ચલથાણ તા.પલસાણા જી.સુરત સહિત બે આરોપીઓને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડયા હતા.ઝડપાયેલા બંનેની કામરેજ પોલીસ દ્વારા પૂછતાછ કરતા લૂંટના ગુનામાં સામેલ અન્ય ત્રીજા આરોપી રાહુલકુમાર સરોજસિંહ રાજપૂત ઘર નંબર-2 પ્લોટ નંબર - 24,25 ભાડાના મકાન જલારામ નગર ચલથાણ તા.પલસાણા જી.સુરતને ચલથાણ ખાતેથી ઝડપી પાડયો હતો.પકડાયેલા ત્રણેય પાસેથી કામરેજ પોલીસે બ્રીઝા ગાડી નંબર - GJ05 RB-2380 કિંમત ₹.5 લાખ પીસ્ટલ રાઉન્ડ કિંમત ₹.10.600 સાત નંગ મોબાઇલ કિંમત ₹.54,500 સહિત કુલ ₹.5,65,100 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.