સુરત જિલ્લાના કામરેજ વિસ્તારના વેલંજા ખાતે રહેતા વ્યકિતના ઘરે આવેલા મિત્રો માટે હોટલ માંથી ઓર્ડર આપી જમવાનું મંગાવ્યું.પરંતુ બીલ માટે અધીરા બનેલા ગામના જ વ્યક્તિ સાથે બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.પરિણામ સ્વરૂપે ભોગ બનનાર અને વેલંજા ગામના વ્યકિતએ ગામના જ રહીશ વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.કામરેજના વેલંજા ખાતે આવેલા પટેલ ફળિયામાં રહેતા અશોકભાઈ રણછોડભાઈ દેસાઈ ઇમ્પોર્ટ એક્ષપોટના વ્યવસાય સાથે સંકળાયેલા છે.ગત 12 ફેબ્રુઆરીના રોજ તેમના મિત્રો તેમને ત્યાં આવ્યા હોય તેમણે જમવાં માટે વેલંજા ગામ ખાતે જ રહેતા જીમીલ બકુલભાઈ પટેલ પાસે ગણેશ રેસ્ટોરન્ટ માંથી ઓર્ડર આપી જમવાનું ઓર્ડર કર્યું હતું.જે ગણેશ રેસ્ટોરન્ટ માંથી અશોકભાઈના ભાણેજ દિવ્યેશ ધનસુખભાઈ લાડ ઓર્ડર મુજબ જમવાનું લઈ આવ્યા હતા.ઓર્ડરથી આવેલા જમવાનું બીલ બાકી રાખ્યું હતું.હોટલમાંથી આવેલા ભોજનનું અશોકભાઈ દેસાઈ મિત્રો સહિત જમી રહ્યા હતા.જે સમય દરમ્યાન જીમીલ પટેલ ત્યાં આવીને બીલના પૈસા બાકી હોય અશોકભાઈ દેસાઈને એલફેલ બોલવા લાગ્યો.અશોકભાઈ દેસાઈએ બીલ બાબતે ચોખવટ કરતા કહ્યું કે જમવાનું શરૂ હોય હજી ઓર્ડર આપી મંગાવવાનું હોય તમામ બીલ સાથે આપવાનું હોય બાકી રાખ્યું છે.છતાં પણ ત્યાં હાજર મિત્રો વચ્ચે અપમાનિત થયેલા અશોક દેસાઈએ બીલ પેટે ₹.2 હજાર આપતા જીમીલ પટેલે 800 ₹.બીલ અને બીજા વેઇટરને બક્ષીસ તરીકે આપવાનું કહી અશોકભાઈને નાલાયક ગાળો આપી હતી.ત્યાર બાદ અશોકભાઈ દેસાઈ મિત્રો સહિત જતી વેળાએ ફરી જીમીલ પટેલે રસ્તામાં તેમને આંતરી તેમની સાથે ઝપા ઝપી કરી લાત મારતાં અશોકભાઈ જમીન પર પટકાયા હતા.સમગ્ર મારામારીની ઘટના દરમ્યાન અશોકભાઈના પરિવારના સભ્યોએ સ્થળ પર આવી તેમને બચાવ્યા હતા.ઘટના બાદ ઝનૂની સ્વભાવ વાળા જીમીલ પટેલ જતા જતા અશોકભાઈને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.સમગ્ર ઘટના અંગે અશોકભાઈ દેસાઈએ વેલંજા ખાતે રહેતા જીમીલ બકુલભાઈ પટેલ વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.