સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા કામરેજ ખાતે લોન માર્ગદર્શન તેમજ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજીત લોન મેળા કાર્યક્રમમાં અંદાજિત 1300 થી વધુ નાગરિકોને સ્થાનિક બેંકો દ્વારા લોનની કામગીરી કરી લોન વિતરણ પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આયોજીત લોન માર્ગદર્શન તેમજ લોન મેળામાં વ્યાજ ખોરોની ચૂંગાલ માંથી બચવા માટે સલાહ સૂચનો પણ કરવામાં આવ્યા હતા.વ્યાજખોરોના દુષણ સામે પોલીસે રાજ્યમાં ભરમાં ઝુંબેશ શરૂ કરી છે.ત્યારે સુરત રેન્જ પોલીસ પણ વ્યાજખોરો સામે સક્રિય બની છે.અને આવા વ્યાજખોરોથી સાવચેત રહેવા માટે અને બેંકો મારફતે લોન લેવા માટે ગ્રામ્ય પોલીસ દ્વારા નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે ગત રોજ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સુરત જિલ્લના કામરેજ ખાતે લોન ધિરાણ માર્ગદર્શન અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અને DYSP બી.કે.વનાર ઉપસ્થિત રહ્યા હતા.ડાયરી પર બેફામ પૈસા વસુલાત કરતા વ્યાજખોરો ત્રાસની જિલ્લામાં અનેક બુમરાણો ઉઠી છે.ત્યારે આવા વ્યાજખોરોથી  બચવા માટે પોલીસ દ્વારા લોકોને ખાનગી બેંક મારફતે જ લોન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.કામરેજ ખાતે આયોજિત લોન ધિરાણ માર્ગદર્શન અને લોન મેળા ના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર,સુરત ગ્રામ્ય DYSP બી.કે.વનાર તેમજ જિલ્લાના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં 1300 થી વધુ લોન ધારકોને વિવિધ બેંકો હેઠળ કુલ 7 કરોડથી વધુ રકમની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે સાથે આવનારા દિવસોમાં પણ જે તે વ્યક્તિઓને પૈસાની જરૂર પડે ત્યારે વ્યાજખોરોની ચુંગલમાં નહીં સપડાઈને બેંકો મારફતે જ લોન લેવાનું યોગ્ય સમજે એવી જાગૃતિ રૂપ અપીલ પણ કરવામાં આવી હતી.