વાત કરવાની છે પોલીસની ..પોલીસ ટ્રાફિકનું કામ કરે ..પોલીસ બંદોબસ્તનું કામ કરે .જ્યાં જુવો ત્યાં પોલીસ ...પણ આજે રાજુલાની પોલીસે અને તે પણ મહિલા પોલીસ અને કર્યું એક માનવતાવાદી કાર્ય ...
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારી કિરણબેન ધાખડા જ્યારે પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે તેમની બાઈક પોલીસ સ્ટેશન ની બહાર પાર્કિંગ કરેલ હતી ત્યારે આં બાઈક પર એક બાળક બેઠેલો જોયો ત્યારે બહેને એને ચોકલેટ લેવા 20 રૂપિયા આપ્યા ત્યારે તે બાળકે કહ્યું કે મારે ચપ્પલ લેવા છે તેવું કહેતા બહેને આ બાળક ના પગમાં ચપ્પલના હોવાથી સાથે સાથે તેને એક જોડી કપડા પણ ખરીદી કરીને આપ્યા ત્યારે આ બાળકની ખુશી કંઈક અનેરી જોવા મળી જ્યારે દિવાળીમાં બાળકને ફટાકડા અને નવા કપડા ખરીદી કરી અને જે ખુશી મળે છે તેનાથી બમણી ખુશી આ બાળકના ચહેરા પર જોવા મળી ત્યારે આં બાળકને નાહવા માટેની વ્યવસ્થા પણ રાજુલા પોલીસ સ્ટેશનમાં આ સ્ટાફ દ્વારા કરી આપવામાં આવે ત્યારે ખરેખર પોલીસે પોલીસનું આ કાર્ય ન હોવા છતાં એક માનવતા વાદી કાર્ય કરતા ખરેખર આં બહેનના કાર્યને સમગ્ર સ્ટાફે બિરદાવેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.