જોરાપુરા ગામે ચમત્કારથી ચેતવા બાબતે લોકોને જાગૃતકરવામાં આવ્યા

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે કે.આર.આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધાનેરાની રાષ્ટ્રીય સેવા યોજનાની વાર્ષિક શિબિર ચાલી રહી છે. આ શિબિરમાં રોજેરોજ લોકોને જાગૃત કરવા માટેના કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. ત્યારે રવિવારની રાત્રીના સમયે જોરાપુરા ગામે અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગઢ હાઇસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ જે.કે.સુથારે ગામ લોકોને જણાવ્યું હતું કે ‘જીભમાં ત્રિશુલ ભોકવું, ઉકળતા તેલમાંથી પુરી કાઢવી, નારીયલમાંથી ચુંદડી કાઢવી, ધગધગતા અંગારા ઉપર ચાલવું વગેરે પ્રયોગો કરીને કેટલાક ઠગ લોકો ગામડાઓમાં લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને અંધશ્રધ્ધા ફેલાવી રહ્યા છે. આ પ્રયોગો વૈજ્ઞાનિક કારણને લીધે થતું હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રયોગો વૈજ્ઞાનિક કારણને લીધે થાય છે તેવું લોકોની સામે સાબિત કરી બતાવ્યું હતું. જેથી ગામ લોકો ઢોંગી ભુવાથી છેતરાય નહિ એવો બોધપાઠ પણ આપ્યો હતો. પ્રોગ્રામ ઓફિસર ડો. દલાભાઈ બોકા અને જોરાપુરા ગ્રામજનોએ ખાસ લોકોને જાગૃત કરવા આવેલા જે.કે.સુથારનો આભાર વ્યક્ત કર્યો હતો.