હિંમતનગર માં આરટીઓ ચાર રસ્તા થી સહકારી ચાર રસ્તા, મોતીપુરા, તુલસી કોમ્પ્લેક્સ, ગોકુલનગર રેલવે ફાટક, બેરણા રોડ પર ગાયત્રી મંદિર રોડ સુધી અલગ અલગ રાજ્ય માર્ગ અને શહેરના માર્ગો પર 24 સેન્ટરૉ પર 149 કેમેરા લગાવવામાં આવેલા છે. જેના દ્વારા નેત્રમ માં 41 જણા દિવસ રાત રોકાઈને ત્રણ સીફ્ટમાં 1 પીએસઆઇ,1 એ એસ.આઈ, 29 પોલીસ કોન્સ્ટેબલ, અને 10 એન્જીનીયર ફરઝ બઝાવી રહ્યા છે.

આ નેત્રમ કેમેરા વડે સાબરકાંઠા ના હિંમતનગર માં અલગ અલગ વિસ્તાર માં 50 ગુના ઉકેલાયા છે 149 કેમેરા ટ્રાફિક નિયમન પર 24 કલાક નઝર રાખી રહ્યા છે છેલ્લા એક વર્ષ માં 24,204 વાહન ચાલકોને મેમો દ્વારા રૂ.73,21,600 નો દંડ આપવામાં આવ્યો છે, જેમાંથી 2064 વાહન ચાલકો પાસેથી રૂ.6,99,300/નો દંડ વસુલવામાં આવ્યો છે જયારે અન્ય વસુલાત માટે કડક કાર્યવાહી થઇ શકે છે, એટલુંજ નહીં આ નેત્રમ કેમેરા દ્વારા 50 જેટલાં ગુના ઉકેલવામાં આવ્યા છે, જેમાં ગુમ ચીઝવસ્તુઓ શોધવાના ગુના, લૂંટ થવા બાબતના ગુના, અકસ્માત ના બનાવો, અપહરણ ના બનાવો કેમેરા બેગ, મોબાઈલ, લગ્ન નો સમાન રિક્ષામાં ભૂલી જવા ના બનાવો ચોરી ના બનાવો ડિટેક્ટ કરી શકાયા છે, તેમજ જુલુસ, મેળા જેવા ઉત્સાવોનું પણ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : વારિસ સૈયદ હિંમતનગર.