કડી : કડીમાં અચંબો પામી જાય તેવી ઘટના સામે આવી છે. જ્યાં સમગ્ર કડીનું રક્ષણ અને કાયદો વ્યવસ્થાનું કામ કરતી પોલીસની શરમ અનુભવાય તેવી એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. જ્યાં કડી પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલની ચોરી થતાં તસ્કરો એ જાણે ખુલ્લી ચેલેન્જ પોલીસને આપી હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી પોલીસ સ્ટેશનમાંથી પોલીસનું નાક વાઢીને મુદ્દામાલમાં કબજે કરાયેલી બે બુલેટની ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કડી શહેર તેમજ તાલુકાની અંદર ચોરીના બનાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને 24 કલાક પૂર્વે જ કડી તાલુકાના ગામે સિક્યુરિટીને માથાના ભાગે ધોકો મારી તસ્કરો એ એક લાખ 60 હજારની લૂંટ મચાવી હતી. જ્યાં કડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી. જેવા ગુનામાં કબજે કરાયેલા બે બુલેટોની ચોરી થઈ જતા સમગ્ર જિલ્લા પોલીસ બેળામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જ્યાં કડી પોલીસ સ્ટેશનમાંથી સાધનોની ચોરી થતા પોલીસે તપાસ આદરી હતી. જ્યાં પોલીસ સ્ટેશનમાં પ્રોહી. જેવા ગુનામાં મુદ્દામાલમાં બે બુલેટનો પોલીસે કબજો મેળવ્યો હતો. બંને બુલેટ ચોરાઈ જતા મહેસાણા જિલ્લા પોલીસવાળા અચલ ત્યાગી, DySP સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી.

તસ્કરો અને લૂંટારો કડી પંથકની અંદર બેફામ બની ગયા છે. ત્યારે હવે કડી પોલીસ સ્ટેશન પણ અસુરક્ષિત હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યાં છેલ્લા અઢી મહિનામાં અનેક ચોરી અને લૂંટના કેસો સામે આવ્યા છે. ચોરો હવે કડી પોલીસ સ્ટેશનને નિશાન બનાવતા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.

કડી પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા જશવંતસિંહ ગુનામાં ઝડપાયેલા વાહનોની ચકાસણી કરી રહ્યા હતા. જે દરમિયાન તેઓને માલુમ પડ્યું હતું કે, પ્રોવિઝન જેવા ગુનામાં ઝડપાયેલા બે બુલેટની ચોરી થઈ ગઈ છે. જે દરમિયાન તેઓએ કડી પોલીસ સ્ટેશનના પીઆઇને જાણ કરી હતી.

કડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખેલ GJ 2 DF 1012 અને GJ 27 CR 7881 નંબરના બે બુલેટની ચોરી થતા કડી પોલીસ હરકતમાં આવી ગઈ હતી. જ્યાં પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ કરતાં બે બુલેટો મળી ન આવતા કડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધ કરી હતી.