128 હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જાંબુઘોડા તાલુકાના બોરકાચ અને ભુરીયાકુવા ગામે ગુજરાત સરકારના ગુજરાત ઇકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત મોડેલ ઇકો વિલેજ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે યોજાયો હતો જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે મોડેલ ઇકો વિલેજ પ્રોજેક્ટ થયેલા વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરી બોરકાચ ભૂરિયાકુવા ગામની ગ્રામીણ જનતાના લાભાર્થે ખુલ્લા મુક્યા હતા આ પ્રસંગે જાંબુઘોડા તાલુકાના અગ્રણી અને પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈ સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જાંબુઘોડાના બોરકાચ અને ભુરીયાકુવા ગામે મોડેલ ઇકો વિલેજ પ્રોજેક્ટ હેઠળના વિવિધ વિકાસકીય કામોનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું.
