સુરત જિલ્લાના કામરેજ વિસ્તારની વિશાળ શૈક્ષિણક સંસ્થા એવી ભારતીય વિદ્યા મંડળ ખાતેના પ્રાંગણમાં આવેલી રામ કબીર સ્કૂલમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતીય સંસ્કૃતિની ગરિમા રૂપ અસ્મિતાને સાચા અર્થમાં ઉજાગર કરતો કાર્યક્રમ માતૃ પિતૃ વંદના આજના કહેવાતા આધુનિક જમાનામાં હરણફાળ ભરી રહેલા પરિવારમાં ભુલાતી જતી ભારતીય સંસ્કૃતિના પાયાની બાબત એવા સંસ્કાર અને સભ્યતાની જ્યોત ઝળહળતી રહે તેવા શુભાશય સહ માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો સહીત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા મળીને અંદાજિત 600 જેટલા વ્યકિતઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત દિલીપભાઈ માંડળીયાએ વિદ્યાર્થીઓ સમક્ષ માતા પિતાનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું.આયોજિત કાર્યક્રમના માધ્યમથી સમાજ અને રાષ્ટ્રને એક પ્રેરણા તેમજ પથદર્શક માધ્યમ પૂરું પાડવામાં આવે છે.જેથી બાળકોમાં સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય છે.એમાં અતિશયોક્તિ નથી.કાર્યક્રમને સફળ બનાવવા બદલ ભારતીય વિદ્યા મંડળ ટ્રસ્ટ પ્રમુખ અરવિંદભાઈ ભક્ત,માંનદ મંત્રી વિનુભાઈ ભક્ત,ખજાનચી પરેશભાઈ ભક્ત,ફરસરામ ઉપાધ્યાય દ્વારા શાળાના આચાર્ય શૈલેષકુમાર દેસાઈ,માં.વિ નિરીક્ષક જયંતી ભાઈ પટેલ, ઉ.માં.વિ નિરીક્ષક કેતનભાઈ દેસાઈ સહિત સમગ્ર સ્ટાફને કાર્યક્રમના સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.