એ.પી.ઠાકર વિધ્યાલય,રાજપુર ખાતે પુલવામા એટેકમાં શહિદ થયેલ શહિદવીરોને શ્રધ્ધાજંલિ અપાઇ 

સરહદ ઉપર પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વિના દેશના જવાનો આપણી રક્ષા કરી રહ્યા છે. આપણે સૌ તેમના ઋણી છીએ

-શ્રી અશ્વિન મો.પટેલ ,સિનીયર લેક્ચરલ,ડાયટ,ઇડર 

સાબરકાંઠા જિલ્લમાં વિજયનગર તાલુકાની એ.પી.ઠાકર વિધ્યાલય,રાજપુર ખાતે પુલવામા આંતકિ હુમલા દરમિયાન શહિદ થયેલા શહિદવીરોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. 

શાળા નિરિક્ષણ અર્થે ગયેલ ઇડર ડાયટના સીનિયર લેક્ચરલ શ્રી અશ્વિન.મો પટેલે બાળકોને પુલવામા આંતકી હુમલા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગોઝારાએ દિવસને યાદ કરતા તેમણે બાળકોને જણાવ્યુ હતુ કે પુલવામા થયેલાં આતંકી હુમલાની આજે ચોથી વરસી છે. એક તરફ વેલેન્ડાઈન ડે ની ઉજવણી થઈ રહી હતી ત્યારે બીજી તરફ આતંકીઓ દેશના જવાનો પર હુમલો કરવાની ઘાત લગાવીને બેઠાં હતાં. સવાર સુધી બધુ જ સામાન્ય હતું અને અચાનક આફતના એંધાણ આવતા માહોલ બદલાઈ ગયો. દેશના જાંબાઝ જવાનો જ્યારે પોતાનો કાફલો લઈને પસાર થઈ રહ્યાં હતા ત્યારે વિસ્ફોટક ભરેલી કાર તેની સાથે ટકરાવીને આતંકીઓએ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપ્યો હતો.સરહદ ઉપર પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વિના દેશના જવાનો આપણી રક્ષા કરી રહ્યા છે. આપણે સૌ તેમના ઋણી છીએ. 

આ કાર્યક્રમમાં એ.પી ઠાકર વિધ્યાલય રાજપુરના આચાર્યશ્રી એચ.એમ.પટેલ, સ્વસ્તિક હાઇસ્કુલ હિંમતનગરના આચાર્યશ્રી ગજેન્દ્રભાઇ પટેલ, જૈન આચાર્ય શાળાના રાજ્ય એવોર્ડ વિજેતા ડૉ. મનિષ પંડ્યા, શાના શિક્ષકશ્રી જયેશભાઇ શાહ, શ્રી કેવલ પટેલ, બાળકો તેમજ તજજ્ઞોઓ દ્વારા ૨ મિમિટનું મૌન પાડીને શહિદવીરોને યાદ કરી શ્રધ્ધાજંલિ અર્પી હતી. તેમજ બાળકો દ્વારા ભારતમાતા કી જય ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.