શક્તિપીઠ પરિક્રમામાં ત્રણ દિવસ દરમિયાન જિલ્લાના ૧૧ હજારથી વધુ માઇ ભક્તોએ આધ્યાત્મિક આસ્થાનો અનુભવ કર્યો

અનેક શ્રધ્ધાળોઓની આધ્યાત્મિક આસ્થાને પરીપુર્ણ કરતા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી યાત્રાધામ ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૩માં ત્રણ દિવસ દરમિયાન જિલ્લાના ૧૧,૮૫૭ માઇ ભક્તોએ અંબાજી ખાતે મા જગદંબાના ચરણોમાં શિશ ઝુકાવીને જગત જનનીના દર્શન કર્યા હતા. શક્તિપીઠ પરિક્રમાના તુતીય દિવસે વડાલીમાંથી ૪૩૬, ખેડબ્રહ્મામાંથી ૪૦૨, વિજયનગરમાંથી ૧૮૯, પોશીનામાંથી ૧૬૫, હિંમતનગરમાંથી ૧૧૧૦, ઇડરમાંથી ૫૦૨, પ્રાંતિજમાંથી ૫૧૧, તલોદમાંથી ૬૪૯ એમ કુલ ૩૯૬૪ યાત્રિકો અંબાજી ખાતે યાત્રા માટે રવાના થઇ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.