એલ.સી.બી. ટીમે ખાંભા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૩૦૦૧૩ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ , તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામે ગઇ તા .૧૪ / ૦૧ / ૨૦૨૩ નાં રોજ ખાંભા , ખડાધાર રોડ પાસે રાહગાળા વિસ્તારમાંથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી , નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે આજરોજ તા .૧૪ / ૦૨ / ૨૦૨૩ ના રોજ અમરેલી મુકામેથી પકડી પાડી , પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ

પ્રવિણ ઉર્ફે પીન્ટુ મુળુભાઇ વાઘેલા , ઉ.વ .૨૮ , રહે.જુનાગઢ , કુલીયા હનુમાન મંદિર પાસે , ઉપરકોટ રોડ , તા.જિ.જુનાગઢ મુળ રહે.કાંધીપડા , તા.ગીરગઢડા , જિ.ગીર સોમનાથ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા , મનીષભાઇ જોષી તથા હેડ કોન્સ . દયાબેન જસાણી તથા પો.કોન્સ . નિકુલસિંહ રાઠોડ , લીલેશભાઇ બાબરીયા , ભાવિનગીરી ગૌસ્વામી , તુષારભાઇ પાંચાણી , અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.