ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી (ક્રાન્તીનગર) મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ-ડીસા દ્વારા સોમવારે સમસ્ત બનાસકાંઠા માળી સમાજનો 22 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં 60 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા.
સમૂહ લગ્નના મુખ્ય યજમાન હીરાબેન દેવચંદજી રઘાજી કચ્છવા પરિવારના હસ્તે ફૂલચંદભાઇ, સુરેશભાઇ અને જગદીશભાઇ બિરાજમાન થયા હતા. જ્યારે દાનવીર દાતાઓને પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે માલગઢ ગામના પૂર્વ સરપંચ સોમાલાલ કચ્છવા, મફતલાલ ટાંક, નેમાજી કે. પઢિયાર, મંચ સંચાલક ગણપતભાઇ એસ. ભાટી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઇ માળી, અશોકભાઇ બી. ગેલોત (ગણપતિ), ગુજરાત માલી ફેડરેશન કાર્યકારી પ્રમુખ ભાવિકભાઇ પી. રામી, ડેલીગેટ નરેશભાઇ સોલંકી, માલગઢ યુવા સંગઠન કાર્યકરો, સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 
  
  
  
  
   
   
  