વેરાવળ ના ડોક્ટર ચગને ન્યાય મળે તે માટે રઘુવંશી સમાજ, કેશોદની આક્રોશભરી મિટિંગ મળી ગઈ......
સાગર નિર્મળ
જૂનાગઢ
ડોકટરના આપધાત પાછળ કોઈ પણ ચબરબંધી હોય તો પણ તેની સામે ન્યાયીક કાયૅવાહી કરવામાં આવે તેવી કેશોદ મહાજને માંગણી કરી....
તા.૧૩-૦૨-૨૦૨૩ ના રોજ લોહાણા મહાજન વાડી, કેશોદ ખાતે રાત્રે ૯ કલાકે રઘુવંશી સમાજના અગ્રણીઓએ સાથે મળી વેરાવળના ડો.અતુલ ચગને ન્યાય મળે અને ન્યાયિક પ્રક્રિયા તટસ્થ રીતે હાથ ધરવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવી. મિટિંગની શરૂઆત બે મિનિટ મૌન પાળી કરવામાં આવી હતી. આ મિટીંગમાં હાજર તમામ રઘુવંશીઓમાં ખૂબ જ આક્રોશ હતો અને ડો. ચગને આ પગલું ભરવા મજબૂર કરનાર સામે તાત્કાલિક ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવો દરેક રઘુવંશીનો એક્સુર હતો. અને આ તકે રઘુવંશી સમાજ કેશોદ સંગઠિત થઈ કોઈપણ આક્રમક કાર્યવાહી કરવા તૈયાર હોવાની તૈયારી બતાવી હતી. આવા બનાવને રઘુવંશી સમાજના અગ્રણીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢીને આવનાર દિવસોમાં સંગઠિત થઈ પોતાના સમાજની સુરક્ષા હેતુ પણ રણનીતિ તૈયાર કરી છે. જેથી ભવિષ્યમાં કોઈ રઘુવંશી સમાજના વ્યક્તિને સહન કરવું ન પડે. આ તકે કલેકટરને આવેદનપત્ર આપવાનું, ડો. ચગને પુષ્પાંજલિ આપવાનું, શહેરમાં રેલી કાઢવી વગેરે કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને જો ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં કોઈ વિલંબ કે નિષ્પક્ષ તપાસ નહિ કરવામાં આવે તો જરૂર પડ્યે આંદોલનકારી પગલાં લેવા પડે તો તે માટે પણ ઉપસ્થિત રઘુવંશીઓએ તૈયારી બતાવી હતી. આ અણબનાવથી દરેક રઘુવંશી શોક સાથે આક્રોશમય હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. અને આવનારા દિવસોમાં લોહાણા સમાજ સંગઠિત થઈ ડો.ચગને ન્યાય મળે તે માટે ઘટતું તમામ કરવા તૈયાર છે અને તેમના પરિવાર સાથે છે તેવી લાગણી સાથે મિટિંગની સમાપ્તિ થઈ હતી.