અકાળા ગામની ગાગડીયા નદીની સાઈડ ઉપરથી હિટાચીમાથી ડીઝલ ચોરીના ગુન્હામા ગણતરીની કલાકોમા ગુન્હામા ગયેલ મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી લાઠી સર્વેલન્સ ટીમ.

ગુન્હા ની વિગત

લાઠી પો.સ્ટે.ના અકાળા ગામની ગાગડીયા નદીની સાઈડ ઉપરથી હિટાચીમા ડ્રાઈવર તરીકે હોય તે ડ્રાઈવર તથા અજાણ્યા ઈસમોએ હિટાચીની ટાંકીમાથી આશરે ૧૨૦ લીટર જેટલું ડિઝલ કાઢી કિ.રૂ .૧૧,૦૪૦ / -ની ચોરી કરી લઈ જઈ એકબીજાની મદદગારી કરી ગુનો આચરી નાસી ગયેલ હોય જે અંગે ફરીયાદીની ફરીયાદ આઘારે લાઠી પો સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૪૨૩૦૦૨૧ / ૨૦૨૩ IPC ૬.૩૭૯,૧૧૪ મુજબનો ગુનો રજી કરવામા આવેલ હતો .

સદરહુ ગુનાના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા માટે લાઠી પો.સબ.ઈન્સ . પી.એ.જાડેજા નાઓએ અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ બાતમી આધારે ગણતરીની કલાકોમા ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરી બે ઇસમોને પકડી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી લાઠી સર્વેલન્સ ટીમ.

 પકડાયેલ આરોપીની વિગત

 ( ૧ ) અજયસિંહ સોહરસિંહ ઉ.વ .૩૪ ધંધો . ડ્રાઈવિંગ રહે , મુળ- પીપરાટાંડ તા.બરહી જી . હજારીબાગ ( ઝારખંડ )

( ૨ ) પરેશભાઈ મુળજીભાઈ જુવાડીયા ઉ.વ .૨૯ ધંધો.ખેતી / હિરાકામ રહે.અકાળા , લુવારીયા પ્લોટ વિસ્તાર , તા.લાઠી જી.અમરેલી

પકડાયેલ મુદામાલ

( ૧ ) ૨૦-૨૦ લીટરની છ ટીપણી કુલ લી . ૧૨૦ જેની કી.રૂ .૧૧,૦૪૦ /

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તથા લાઠી પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી