બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા કિર્તિસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે. ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ હવે કીર્તિસિંહ વાઘેલાને મુકતા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારો થયા છે.જેમાં આજે બનાસકાંઠા સહિત ચાર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ 2012માં અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. જ્યારે 2017માં ચૂંટણી જીતતા તેમણે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કિર્તીસિંહ વાઘેલા શાંત સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવી જિલ્લા ભાજપની કમાન સોંપી છે. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કીર્તિસિંહની નિમણૂકને વધાવી હતી.