અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામેથી ચોરી થયેલ ટ્રેકટર તથા ટ્રોલીના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

ઘરથી બહાર રાખેલ ટ્રેક્ટર તથા ટ્રોલી સહિત કિ.રૂ .૨,૬૦,૦૦૦ / -ના મુદ્દામાલ કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયેલ હોય જે અંગે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ . પી.બી.લક્ડ સાહેબ તથા અમરેલી રૂરલ પોલીસ ટીમ દ્વારા સદરહું અજાણ્યા આરોપી અંગે તપાસ કરતા અને અંગત બાતમીદારો દ્વારા અજાણ્યા આરોપી અંગે તપાસ દરમ્યાન બે આરોપીઓને ઝડપી ચોરીમાં ગયેલ ૧૦૦ % મુદ્દામાલ રીકવર કરી તમામ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે .

પકડાયેલ આરોપીઓ : - જયેશભાઇ ઉર્ફે કાળુ સ / ઓ ચતુરભાઇ કાબાભાઇ વાઘેલા ઉ.વ .૧૯ ધંધો.મજુરી રહે , વિઠ્ઠલપુર ખંભાળીયા તા.જી.અમરેલી અનિલભાઇ સ / ઓ બાબુભાઇ કમાભાઇ વાઘેલા ઉ.વ .૨૩ ધંધો.મજુરી રહે , વિઠ્ઠલપુર ખંભાળીયા તા.જી.અમરેલી પકડાયેલ મુદ્દામાલ : > સોનાલીકા કંપનીનું આર.એસ. મોડલનું ટ્રેક્ટર જેના રજી . GJ - 14 - AP - 6286 કિ.રૂ .૧,૮૦,૦૦૦ / - ટ્રેકટરની ટ્રોલી જેના રજી.નં. GJ - 14 - U - 7255 કિ.રૂ .૮૦,૦૦૦ / -

આ કામગીરીમાં અમરેલી જીલ્લાનાં પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.લક્કડ અમરેલી રૂરલ પો.સ્ટે.નાઓની પોલીસ ટીમ જોડાયેલ હતી .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી