ડીસા રાધનપુર નેશનલ હાઈવે ભીલડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે કરૂણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ડીસા થી ભીલડી ફરજ પર જઈ રહેલા બાઇક સવાર પોલીસ કર્મચારીને અજાણ્યા ટ્રેલર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ભીલડી પોલીસ અકસ્માત સ્થળે પહોંચી લાશને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ડીસાના ભીલડી પાસે નેશનલ હાઈવે પર આજે સવારે એક હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મચારીનો કરૂણ મોત નીપજ્યું છે. ડીસાના રાજપુર ખાતે રહેતા અને ભીલડી પોલીસ મથકે ASI ઘનશ્યામભાઈ નાઈ તેમનું બાઈક લઇને ડીસાથી ભીલડી ફરજ પર જઈ રહ્યાં હતા. તે સમયે સામેથી આવી રહેલા અજાણ્યા ટ્રેલર ચાલકે બાઈક સવાર પોલીસ કર્મચારીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ પર પટકાતાં પોલીસ કર્મચારી ઘનશ્યામભાઈ નાઈ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ અને નેશનલ હાઈવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે ભીલડી પોલીસ પણ અકસ્માત સ્થળે આવી પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ભીલડી રેફરલ હોસ્પિટલમાં ખસેડી ફરાર ટ્રેલર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ભીલડી પાસે હાઇવે પર રોડનું કામકાજ ચાલી રહ્યું હોવાના કારણે ડાઈવર્ઝન આપવામાં આવ્યુ છે. જેથી નેશનલ હાઇવે પર એક બાજુના માર્ગ પર જ વાહનોની અવરજવર ચાલું હોવાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. ત્યારે ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર વાહન ચાલકો સાવચેતીપૂર્ણ વાહન ચલાવે તેવી સ્થાનિક તંત્રએ લોકોને અપીલ કરી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Telangana Voting Updates: BRS, BJP, Congress के बीच इस बार कांटे की टक्कर, कौन जीतेगी चुनावी जंग?
Telangana Voting Updates: BRS, BJP, Congress के बीच इस बार कांटे की टक्कर, कौन जीतेगी चुनावी जंग?
સુરતની કાપોદ્રા પોલીસે બાઈક ચોરને ઝડપી પાડયો | SatyaNirbhay News Channel
સુરતની કાપોદ્રા પોલીસે બાઈક ચોરને ઝડપી પાડયો | SatyaNirbhay News Channel
शानदार बैटरी और कैमरा वाले Oppo F25 Pro 5G की शुरू हो गई सेल, मिलेंगे कई धमाकेदार ऑफर्स
Oppo ने फरवरी के आखरी दिन अपने मिड रेंज फोन को लॉन्च किया था। अब इस फोन की सेल शुरू हो गई है।...
તળાજાના રાજકારણમાં ભડકો કોણે આપ્યું રાજીનામું?આમ આદમી પાર્ટીનું બળ વધ્યું?
તળાજાના રાજકારણમાં ભડકો કોણે આપ્યું રાજીનામું?આમ આદમી પાર્ટીનું બળ વધ્યું?
Wrinkles Remedies: रिंकल्स से छुटकारा दिलाने में बेहद असरदार हैं ये 3 पत्तियां, ऐसे करें इनका इस्तेमाल
रिंकल्स बढ़ती उम्र की पहचान होते हैं। झुर्रियां एक नेचुरल प्रोसेस है जिसे रोक पाना तो मुश्किल है...